રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ કરાયું તેમજ જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
- Advertisement -
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીરભાઈ દતાણી તથા સંજયભાઈ બુહેચા અને સમગ્ર ટિમ દ્વારા અષાઢી બીજના પાવન પર્વ નિમિતે ગિરનારી ગૃપ દ્વારા યોજાયેલ ત્રિવીધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ સહિત જરૂરિયાતમંદ લોકોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગિરનારી ગ્રુપે શહેરમાં જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણ કરવાનું નક્કી કરેલું જેમાં અષાઢી બીજના શુભ દિવસે આ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરીને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.જેમાં અલગ અલગ જગ્યાએ 18 વૃક્ષોના છોડનું વાવેતર કરવામાં આવેલ હતું અને 23 જેટલા છોડના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. અને હજી એક વીક સુધી આ વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. અને જે લોકોને પોતાના ઘરની આજુ બાજુમાં વૃક્ષારોપણ કરવું હોય તો ગિરનારી ગ્રુપ દ્વારા વૃક્ષોના છોડ તથા તેને ફરતે લોખંડની જાળી પણ વિનામૂલ્યે આપવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી. આ પ્રસંગે આસ્થા હોસ્પિટલના ડો.ચિંતન યાદવે ઉપસ્થિત લોકોને પર્યાવરણનું જતન કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું
ગ્રુપના પ્રો.પી.બી.ઉનડકટ, ડો.પ્રતીક ટાંક, બાબા મિત્ર મંડળના જગદીશભાઈ દતાણી, મુકેશભાઈ કારીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે દર માસે અતી જરૂરિયાતમંદ વ્યક્તિઓને અનાજ કરિયાણીની કીટ વિતરણ કરવામાં આવેલ હતી અને ગિરનારી ગ્રુપના સહયોગથી આજના શુભ દિવસે બે રક્તદાન કેમ્પનું પણ સફળતા પૂર્વક આયોજન કરવામાં આવેલ હતું જેમાં રક્ત દાતાઓને ગીફ્ટ અર્પણ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે ગ્રુપના સમીરભાઈ દવે, સમીરભાઈ ઉનડકટ, દિનેશભાઈ રામાણી, પરાગભાઈ ભુપ્તા, શ્લોક ભુપ્તા, સુધીરભાઈ રાજા, ભાર્ગવભાઈ દેવમુરારી, બીપીનભાઈ ચુડાસમા, પરેશભાઈ પંડ્યા, નરસિંહભાઈ ભલાણી, કીરીટભાઇ તન્ના સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.