લેબર ફોર્સ સરવેનો રિપોર્ટ: 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી (3.1%) સિવાય સૌથી ઓછી બેકારીના દરવાળા રાજ્યોમાં ગુજરાત (9%) અને હરિયાણા (9.5 %)
15 થી 19 વય વર્ગમાં બેરોજગારી મામલામાં કાશ્મીર, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા ટોચના 5 રાજ્યોમાં સામેલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
PLFS એટલે કે સામયિક લેબર ફોર્સ સર્વેએ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળાના જાન્યુઆરીથી માર્ચ સુધીના ડેટા જાહેર કર્યા છે. આ દર્શાવે છે કે કેરળ 15 થી 29 વર્ષની વયજૂથમાં બેરોજગારીની બાબતમાં સૌથી આગળ છે અને દિલ્હીનો દર સૌથી ઓછો છે. આ કેટેગરીમાં એકંદરે બેરોજગારીનો દર 17 ટકા હતો, જે 2023ના આ સમયગાળા કરતાં નજીવો ઓછો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં પ્રકાશિત PLFS ડેટા દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા 15 થી 29 વય જૂથમાં બેરોજગારીના સંદર્ભમાં ટોચના 5 રાજયોમાં છે. આ સમયગાળા દરમિયાન, તમામ વય જૂથોમાં બેરોજગારી લગભગ 6.7 ટકા રહી છે. જયારે ઓક્ટોબર-ડિસેમ્બરના છેલ્લા ત્રિમાસિક ગાળામાં આ આંકડો 6.5 ટકાની આસપાસ હતો.
- Advertisement -
22 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી (3.1%) સિવાય સમગ્ર દેશની સ્થિતિ શું છે, ઓછા બેરોજગારી દર ધરાવતા રાજયોમાં ગુજરાત (9%) અને હરિયાણા (9.5%)નો સમાવેશ થાય છે? આ સિવાય કર્ણાટકમાં આ આંકડો 11.5% હતો અને મધ્ય પ્રદેશમાં આ દર 12.1% હતો. અહીં, જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓમાં બેરોજગારીનો દર સૌથી વધુ 48.6 ટકા હતો.
જયારે કેરળમાં આ આંકડો 46.6 ટકા, ઉત્તરાખંડમાં 39.4 ટકા, તેલંગાણામાં 38.4 ટકા અને હિમાચલ પ્રદેશમાં 35.9 ટકા છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં મહિલાઓમાં એકંદરે બેરોજગારીનો દર 22.7 ટકા હતો, જે 2023ના 22.9 ટકાના આંકડા કરતાં થોડો ઓછો હતો. ઙકઋજ દરેક ક્વાર્ટરમાં બેરોજગારી દરને માપે છે. બેરોજગારી દરની ગણતરી વર્તમાન સાપ્તાહિક સ્થિતિ એટલે કે ઈઠઈના આધારે કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ અઠવાડિયાના કોઈપણ દિવસે એક કલાક પણ કામ ન કરે, પરંતુ કામ માટે શોધે અને ઉપલબ્ધ હોય, તો તેને બેરોજગાર ગણવામાં આવે છે.
બેરોજગારીનું ભયાનક સ્વરૂપ, IIT પાસ કરનારા 38% વિદ્યાર્થીઓને નોકરી જ ના મળી
આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. કઠિન પરીક્ષા પાસ કર્યા બાદ દેશની આ પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવી જીવનની એક જંગ જીત્યા સમાન લાગણી અનુભવે છે. પરંતુ વાસ્તવમાં કટોકટીનો પ્રવાસ પ્રવેશ મેળવ્યા બાદ જ શરૂ થાય છે. તેમાંય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્લેસમેન્ટમાં નોકરી ન મળી રહી હોવાના ચોંકાવનારા આંકડાઓનો ખુલાસો આરટીઆઈમાં થયો છે. 2024ના આંકડાઓ અનુસાર, આઈઆઈટીના તમામ 23 કેમ્પસમાં આશરે 38 ટકા વિદ્યાર્થીઓને હજી સુધી નોકરી મળી નથી.
આઈઆઈટી દિલ્હીમાં વિદ્યાર્થીઓ પોતાના સિનિયર્સને મેઈલ કરી નોકરી અપાવવા ભલામણો કરે છે, મદદ માગે છે. આઈઆઈટી-બોમ્બે અને બિરલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓએ પણ સિનિયર્સ પાસે મદદ માગી છે. આઈઆઈટી દિલ્હીમાં 2023-24નું પ્લેસમેન્ટ સેશન પૂર્ણ થવા જઈ રહ્યું છે. પરંતુ વિદ્યાર્થીઓ તેમાં નોકરી મેળવી શક્યા નથી. આશરે 400 વિદ્યાર્થીઓને અત્યાર સુધી નોકરી મળી નથી. બિરલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સે પ્રથમ વખત બે મહિના પહેલા પોતાના સિનિયર વિદ્યાર્થીઓ પાસે મદદ માગી છે. આઈઆઈટી-બોમ્બે પણ સિનિયર વિદ્યાર્થીઓનો સંપર્ક સાધ્યો છે.
આ કોલેજોમાં પ્લેસમેન્ટ હજુ ચાલુ છે અને જૂનના અંત સુધી ચાલુ રહેશે. પ્લેસમેન્ટમાં ભાગ લેનાર બેચના લગભગ 10% વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરી મળી નથી. છઝઈં અનુસાર, ગયા વર્ષે 329 વિદ્યાર્થીઓને નોકરી મળી ન હતી. BITS ગ્રુપના વાઇસ ચાન્સેલર વી રામગોપાલ રાવે જણાવ્યું હતું કે, “પ્લેસમેન્ટ દરેક જગ્યાએ 20%થી 30% ઓછુ થયુ છે. જો કોઈ સંસ્થા એવું કહેતી હોય કે તમામ વિદ્યાર્થીઓને નોકરીઓ મળી ગઈ છે, તો નોકરીઓની ગુણવત્તા યોગ્ય નથી.