ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત સેવક સમાજ અને યુથ ફોર ડેમોક્રેસીના સંયુક્ત ઉપક્રમે 1લી મેના દિવસે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ અને મજૂર દિવસ નિમિત્તે એક લોકજાગૃતિ અને મતદાતા જાગૃતિ અંગે એક રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં મજદૂરોના મહત્ત્વ અંગે તેમજ મતદારોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે સમાજને એક સંદેશો આપવામાં આવશે. રસ ધરાવતા નગરજનોને સવારે 11-00થી 12-00 દરમિયાન ભારત સમાજ, રેસકોર્સ, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવા ભારત સેવક સમાજના મંત્રી જનાર્દનભાઈ પંડ્યા તથા યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાની એક યાદીમાં જણાવ્યું છે.