જૂનાગઢ જિલ્લાને જોડતા માર્ગોના એન્ટ્રી પોઈન્ટ સહિતના સ્થળોએ ચેકિંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા પેટા ચૂંટણીના અનુસંધાને અનધિકૃત રોકડ, દારૂ, હથિયાર સહિત અન્ય ચીજવસ્તુઓની ગેરકાયદે હેરફેરને અટકાવવા માટે ખાસ 42 સ્ટેટેસ્ટીક સર્વેલન્સ ટીમ કાર્યરત છે. આ ટીમ વ્યૂહાત્મક રીતે શિફ્ટ વાઈઝ જિલ્લામાં તાલુકાઓને જોડતા માર્ગોના એન્ટ્રી પોઇન્ટ સહિત અન્ય સ્થળોએ ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્ટેટેસ્ટીક સર્વેલન્સ ટીમ કાર્યરત છે. ખાસ કરીને શંકાસ્પદ વાહનો ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લાની વિધાનસભા બેઠકમાં માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં અનધિકૃત હેરફેરને અટકાવવા માટે કુલ-42 સ્ટેટેસ્ટીક સર્વેલન્સ ટીમ કાર્યરત છે. આ ટુકડીઓમાં એક સિનિયર અધિકારી ઉપરાંત પોલીસઅધિકારી- કર્મચારીઓનો સમાવેશ થાય છે.ચૂંટણી પંચના નિર્દેશો મુજબ આચારસંહિતા અંતર્ગત વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે વાહન ચેંકિગ દરમિયાન લોકોને જરૂરી સહયોગ આપવા પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.