અધિકારીઓએ મોદી 3.0 માટે રોડ મેપ તૈયાર કર્યાં
મંત્રાલયો ઘટશે
વડિલોનું પેન્શન વધશે
સંરક્ષણ બજેટ વધશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
લોકસભાની ચૂંટણી-2024 પહેલા જ ભારત સરકારે તેની આગામી ટર્મ માટે કરવાના કામો તરફ પગલા ભર્યા છે. આ અંતર્ગત અધિકારીઓએ એક્શન પ્લાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા તાજેતરમાં એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ડ્રાફ્ટમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ અંતર્ગત 2030 સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્સેદારી સાથે પેન્શન લાભો 22 ટકાથી વધારીને 50 ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં પોતાની જીતનો વિશ્વાસ ધરાવે છે. ભગવા પાર્ટીને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. સરકારી અધિકારીઓ પણ આ બાબતે પૂરેપૂરા આત્મવિશ્વાસ ધરાવે છે. દેશના ટોચના અધિકારીઓ નવી સરકાર માટે એક્શન પ્લાન બનાવવામાં વ્યસ્ત છે. જો પીએમ મોદી ત્રીજી વખત કાર્યભાર સંભાળે છે તો મંત્રાલયોની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. હાલમાં કુલ 54 મંત્રાલયો છે. આ સિવાય આગામી છ વર્ષમાં વિદેશમાં ભારતીય મિશનની સંખ્યામાં 20 ટકાનો વધારો થવાની પણ સંભાવના છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ ખાનગી રોકાણ તેમજ પ્રાધાન્યતા પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન સરળ બનાવવા માટે મિકેનિઝમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
- Advertisement -
જ્યારે મહિલાઓની ભાગીદારી વધારીને 50% કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં તે લગભગ 37 ટકા છે, જ્યારે આપણે મહિલાઓની ભાગીદારીની વૈશ્વિક સરેરાશ જોઈએ તો તે 47 ટકાની આસપાસ છે. આ સાથે એવી પણ શકયતા છે કે નવી સરકારમાં મંત્રાલયોની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે છે. હાલમાં ભારત સરકાર હેઠળ 54 મંત્રાલયો કાર્યરત છે. રિપોર્ટ અનુસાર, ભારત સરકાર ખાનગી રોકાણની સાથે પ્રાથમિકતા પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનની પ્રક્રિયાઓને સરળ બનાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 6 વર્ષમાં ભારતીય મિશનની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો કરવામાં આવશે.
ભારત સરકાર લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવામાં સતત વ્યસ્ત છે. આ માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે નવી સરકારમાં સરકાર ઈપ્રવાહનોના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ અંતર્ગત ઈપ્રવાહનોનો હિસ્સો 7 ટકાથી વધારીને 30 ટકા કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. 2030 સુધીમાં કોર્ટમાં પેન્ડીંગ કેસ કે જે હાલ પ કરોડ છે તે ઘટાડી 1 કરોડ કરી દેવાશે. વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતળત્વમાં કેન્દ્ર સરકાર દેશને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, મોદી સરકાર 3.0 દેશના સંરક્ષણ ખર્ચને 2.4% થી વધારીને 3% કરવા પર વિચાર કરી રહી છે.
આ અંતર્ગત સરકારના સંરક્ષણ બજેટનો હિસ્સો 2 ટકાથી વધારીને 3 ટકા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
હાલમાં દેશમાં સંરક્ષણ ખર્ચ જીડીપીના 2.4% થી વધારીને 3% કરવા પર વિચારણા ચાલી રહી છે. સંશોધન માટે સંરક્ષણ બજેટનો હિસ્સો 2% થી વધારીને 3% કરવા પર પણ ચર્ચા થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન, સમગ્ર વિશ્વમાં શષાોની આયાતમાં ભારતનો હિસ્સો અડધો કરવાની પરિકલ્પના છે. આ દર્શાવે છે કે સરકાર સંરક્ષણ સાધનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તેના પ્રયત્નોને બમણા કરવા માંગે છે. જો કે આમાંના ઘણા મુદ્દાઓ પર પહેલા પણ ચર્ચા કરવામાં આવી છે, પરંતુ ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ સાથેની ચર્ચાએ તેમને પાટા પર પાછા લાવી દીધા છે. અગાઉની બેઠક દરમિયાન અધિકારીઓએ પરિવહન ક્ષેત્રના મંત્રાલયોને મર્જ કરવાની હાકલ કરી હતી. કેબિનેટ સચિવ સ્તરની ચર્ચામાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં 26 મંત્રાલયો સાથે સરકાર ચાલે છે, બ્રાઝિલમાં 23 અને અમેરિકામાં માત્ર 15 મંત્રાલયો છે. તમને એ પણ જણાવી દઈએ કે નોકરિયાતો આ યોજના પર કામ કરી રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય રાજકીય હશે કારણ કે સાંસદો અને ગઠબંધન ભાગીદારોને સમાવવા માટે મંત્રાલયોની સંખ્યા વધી છે.