12 ટ્રેકટર જેટલુ પ્લાસ્ટીક એકત્ર કરી કચરાનો નિકાલ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.01
જૂનાગઢ આસપાસ ઇકો સેન્સેટીવ ઝોનમાં આવતા 13 ગામ પૈકી ઘડીયા ગામે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ તેમજ આંગણવાડી કાર્યકરો સાથે યુથ હોસ્ટેલ એસોસીએશન ઓફ ઈન્ડિયા જૂનાગઢના અંદાજે 0 મેમ્બર્સ સાથે જોડાઇને ખડીયા ગામે પ્લાસ્ટીક સફાઇ અને અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજીત 1ર ટ્રેકટર જેટલુ પ્લાસ્ટીક એકત્ર કરીને નિકાલ કરવામાં આવેલ. આ સફાઇ ડ્રાઇવમાં ડીડીઓ સાંગવાન તથા ટીડીઓ અને વિસ્તરણ અધિકારી સહિત તલાટી કમ મંત્રીઓ ઇકો સેન્સેટીવ ઝોનને પ્લાસ્ટીક મુક્ત બનાવવાની પ્રેરણા દાયક કામગીરી કરવામાં આવેલ.