તાલુકાના 10 મુદ્દાને લઈને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાને વિકાસથી વંચિત રાખવા બાબતે ભેસાણ તાલુકા વિસ્તારના જિલ્લા સંગઠન અને જિલ્લાના પદાઅધિકારી દ્વારા થતો અન્યાયને લઈ સ્થાનિક ભાજપનાજ કાર્યકરો દ્વારા તાલુકાનો વિકાસ રૂંધાઇ રહ્યો હોઈ તે બાબતે વિરોધ કરી રહ્યા છે. ભેસાણના અક્ષરધામ સોસાયટીના શિવ મંદિરના મેદાનમાં જૂના ભાજપના આગેવાનો કાર્યકરો, ખેડૂત દ્વારા ભેસાણને વર્ષોથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે જેમાં અધિકારીઓ અને પદાઅધિકારીની મિલી ભગતના કારણે ભેસાણ તાલુકો ભોગ બની રહ્યો છે જેવી રજૂઆત ભાજપનાજ પૂર્વ તાલુકા પ્રમુખો આગેવાનોએ લેખિતમાં ગુજરાતના મુખ્યમંત્રીને લખીને રજૂઆત કરવામાં આવી છે જેમાં દસ મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે ભાજપ ના આગેવાનો એવું કંઈ રહ્યા છે કે જિલ્લાના ભાજપ સંગઠન દ્વારા લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા તાલુકામાંથી ભાજપને પૂરતા મત નથી મળતા તેવું કઈ ને કોઈ પણ કામ કાજમાં ધ્યાન આપવામાં આવતું નથી તેવું કઈ ને ભેસાણ તાલુકા પ્રત્યે કીનાખોરી રાખવામાં આવેછે
આ બેઠકમાં દસ મુદ્દા ઉપર ચર્ચા કરાઇ હતી અને સીએમને લેખિત રજૂઆત કરાઇ છે આ મામલે તાલુકા પૂર્વ પ્રમુખ ગાંડુભાઇ હિરપરા, પૂર્વ પ્રમુખ મગનભાઈ સાવલિયા સહીત ભાજપના જુના આગેવાનો ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે.