તેરા તૂજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત SP દ્વારા મુળ માલિકને રકમ પરત અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
- Advertisement -
મેંદરડા તાલુકાના રાજેશસરમાં રહેતા સોની બંધુઓને બંધક બનાવી ત્રણ શખ્સ રોડક, સોનુ અને ચાંદી મળી કુલ 79 લાખથી વધુનો મુદ્દામાલ લૂંટ કરી ગયા હતા. આ પ્રકરણમાં એલસીબીએ બણ શખ્સને પકડી લૂંટ કરેલો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. કોર્ટના હુકમના આધારે પોલીસે લૂંટનો ભોગ બનનારને 79.58 લાખનો મુદ્દામાલ પરત આપ્યો હતો. આ ઉપરાંત મેંદરડા તાલુકામાંથી 15 જેટલા મોબાઇલ ગુમ થયાની અરજી આવી હતી. આ મોબાઇલ શોધી માલિકોને પરત આપવામાં આવ્યા હતા. જેમાં તેરા તૂજકો અર્પણ કાર્યક્રમમાં કોર્ટના હુકમ અન્વયે એસપી હર્ષદ મહેતા અને મેંદરડાના મહિલા પીએસઆ એસએન સોનારાએ સોની વેપારીને સોનાના 8 બીસ્કીટ અને 21 કિલો ચાંદી અને રૂા.68,8,300 રોકડ મળી કુલ રૂા.79,58,300નો મુદ્દામાલ પરત કરતા વેપારીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.