ગીર સોમનાથ જી.એચ.સી.એલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુત્રાપાડા દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ખેડૂત પોતે પોતાના ખેતર પર અળસિયાનું ખાતર બનાવી શકે તે માટે થઈ એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવીયુ હતું જેમાં અળસિયાનું ખાતર કઈ રીતે બનાવવું અને તેમા શું શું કાળજી લેવી પડે તેના વિશે ચસીન ધોળકીયા દ્વારા વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી અને વર્મી કમ્પોસ્ટ બનાવવા માટેના બેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મીટિંગ માં જી.એચ.સી.એલ ફાઉંડેશન માથી મેનેજર મકવાણા તથા એગ્રીકલ્ચર પ્રોજેક્ટ ઓફીસર ડોડીયા, ધર્મેન્દ્ર બારડ,અને આ મીટિંગને સફળ બનાવવા માટે ખેતીવાડી પ્રોજેક્ટના તમામ સ્ટાફ કનુભાઈ પંપાણિયા, ચેતનભાઇ ચાવડા, રાજેશભાઈ પંપાણિયા, વિજયભાઈ ખૂંટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સુધી આ લાભ પોહછે તેના માટે ખુબ મહેનત કરી હતી તે માટે તમામ સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો
ગિર સોમનાથ ખાતે પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ખાતર માટે તાલીમવર્ગનું આયોજન
Follow US
Find US on Social Medias