બેફામ સ્પીડે દોડતા ભારે વાહનો પર રાજકોટ શહેર પોલીસની લાલ આંખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટ કોઠારીયા રોડ પર રેતી ભરેલા ડમ્પરે અકસ્માત સર્જી એક વૃદ્ધને ચડાવતા તેમનું મોત થયું હતું આ ઘટના બાદ ટ્રાફિક પોલીસ અને આજીડેમ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માતેલા સાંજની જેમ દોડતા રેતીના ડમ્પરો સામે પડકારી વાહી શરૂૂ કરી છે અને પોલીસ દ્વારા રેતી ભરેલા 7 ઓવરલોડ ટ્રક અને ડમ્પર પકડવામાં આવ્યા છે. પકડાયેલા તમામ ટ્રકને આજીડેમ પોલીસ મથક લાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ડ્રાઈવરોની પૂછપરછ કરી કાગળોની ચકાસણી શરૂૂ કરવામાં આવી છે. ડીસીપી પૂજા યાદવ ટ્રાફિક ટીમ તેમજ આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા અને તેમની ટીમે સંયુક્ત કામગીરી કરી હતી. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જ્યારે ફેસબુક ઉપર લાઈવ થયા ત્યારે મોટાભાગના ટ્રાફિક બાબતના પ્રશ્ર્નો રાજકોટની જનતાએ તેમની સાથે ચર્ચા કરી હતી. રાજકોટમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા વધુને વધુ વિકટ બની રહી છે ત્યારે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે કોઠારીયા રોડ ઉપર બેફામ દોડતા ડમ્પરે વૃદ્ધનું મોત નીપજાવ્યા ની ઘટના બાદ પોલીસ સફારી જાગી ઉઠી હતી અને આવા ઓવરલોડ ડમ્પરો સામે કાર્યવાહી શરૂૂ કરી હતી.