પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
અગાઉ પણ મહિલા ડૉક્ટર ગર્ભ પરીક્ષણના ગુનામાં પકડાઈ ચૂકી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટમાં ગત મોડી રાત્રે ડિલિવરી દરમિયાન પરિણીતાનું મોત થતાં પરિવારે બેદરકારીનો આક્ષેપ કરતાં ભક્તિનગર પોલીસે તબીબ સામે સાપરાધ મનુષ્ય વધ અંગે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરમાં કોઠારીયા રોડ નજીકનીક આશાપુરા નગર પાસે આવેલા અને અગાઉ ગેરકાયદે ગર્ભ પરીક્ષણના ગુનામા પોલીસ ચોપડે ચડેલા મહિલા તબીબના કલીનીકમાં ડીલવરી દરમ્યાન પ્રસુતાનુ મોત થતા મહિલા તબીબની બેદરકારી હોવાનો આક્ષેપ કરતા ભકિતનગર પોલીસે મહિલાના મૃતદેહનુ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવી સાપરાધ મનુષ્ય વધ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
જસદણ રહેતા અને કડિયાકામ કરતાં જીતુભાઈ હિરાભાઈ સોલંકીએ તેણી દીકરી પાયલનું બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અંગે ડોક્ટર હિનાબેન પટેલ સામે ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની દીકરી પાયલબેન અંકીતભાઈ સાગઠીયા (ઉ.20) સુરેન્દ્રનગરના ખાટડી ગામે સાસરે છે શુક્રવારે પ્રસુતીની પીડા થતા તેને સારવાર માટે રાજકોટના કોઠારીયા રોડ પર આશાપુરા નગરમાં આવેલા ડો.હિના પટેલના ફોરમ ક્લિનિકમાં ખસેડાયા હતા દરમ્યાન તેને સીજીરીયન ડીલવરી કરવાનું જણાવતા પરિવારજનોએ મંજુરી આપી હતી સિજીરીયન બાદ બાળકીનો જન્મ થયો હતો અને પાયલબેનની તબીયત લથડી હતી અને જેનુ સારવાર દરમ્યાન મોત થયું હતું.
પરિવારજનોએ બેદરકારીનો આક્ષેપ કરતાં અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં ભક્તિનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને ગુનો દાખલ કરતાં મામલો થાળે પડ્યો હતો. ભક્તિનગર પોલીસ મથકના પી. આઈ. સરવૈયા સહિતના સ્ટાફે તપાસ કરતા અગાઉ ડો. હિના પટેલ ગેરકાયદે ગર્ભ પરીક્ષણના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી હોવાનુ બહાર આવ્યું છે.