ગયા વર્ષે પરીક્ષા માટે 20.87 લાખ રજિસ્ટ્રેશન થયા
સૌથી વધુ 3,23,111 નોંધણી યુપીમાં કરવામાં આવી હતી: 2,69,565 વિદ્યાર્થીઓએ તેમની પ્રથમ પસંદગી તરીકે મહારાષ્ટ્રને પસંદ કર્યું છે
- Advertisement -
નોંધણીની છેલ્લી તારીખ 16 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી છે: NEET-UG પરીક્ષા 5મી મે (રવિવાર) 2024ના રોજ યોજાવાની છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા ગઊઊઝ-ઞૠ 2024માં નોંધણીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આ પરીક્ષામાં રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવીને 16 માર્ચ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 22.79 લાખ ઓનલાઈન અરજીઓ મળી છે. ગયા વર્ષે, ગઊઊઝ-ઞૠ માટે 20.87 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને રેકોર્ડ 97% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે.
- Advertisement -
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA )ના ડાયરેક્ટર જનરલ સુવોધ કુમાર સિંહનું કહેવું છે કે અગાઉ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 9 માર્ચ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી હોવાનું જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓની માંગને પગલે ગઝઅએ રજીસ્ટ્રેશન માટે વધુ સમય આપ્યો છે. હવે અરજીઓની સંખ્યામાં વધુ વધારો થશે. એવું કહી શકાય કે પાછલા વર્ષોની સરખામણીમાં સ્પર્ધા પણ વધશે.
છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો દર વર્ષે નોંધણીઓ વધી રહી છે. આ વર્ષે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી સૌથી વધુ અરજીઓ આવી છે. ગઊઊઝ-ઞૠ પરીક્ષા દ્વારા ખઇઇજ, બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (ઇઉજ), બેચલર ઓફ આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરી (ઇઅખજ), બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી (ઇઞખજ), હોમિયોપેથી બેચલર મેડિસિન એન્ડ સર્જરી (ઇઇંખજ) જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે.
હાલમાં, દેશમાં ખઇઇજની 1,08,990 બેઠકો છે, જ્યારે બેચલર ઑફ ડેન્ટલ સર્જરીની બેઠકોની સંખ્યા 27 હજારથી વધુ છે. કુલ મળીને લગભગ બે લાખ બેઠકો છે. ખાસ વાત એ છે કે પ્રથમ વખત મહિલા ઉમેદવારોની સંખ્યા 12 લાખ અને પુરૂષ ઉમેદવારોની સંખ્યા 10 લાખથી વધુ છે.