ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ શહેરમાં વોર્ડ નં17 ઢેબરભાઈ રોડ, અટીકા ફાટક પાસે આવેલ રાધે હોટલ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ના હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ હોટલના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.11-03-2024ના રોજ સ્થળ તપાસ કરતાં હોટલની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.11-03-2024ના રોજ સાંજે હોટલ સંચાલકોને નોટીસ આપીને હોટલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.