ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. સતાધારી પક્ષ ભાજપ દ્વારા જોર શોરથી ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવામા આવી છે. જે અન્વયે લોકસભાની ચૂંટણી-2024 ની તૈયારીના ભાગરૂપે દેશભરમાં ભીતચિત્રો અભિયાન શરૂ કરાયું હતું. જેમા વિશેષ ટેકનોલોજી સાથે દિવાલો પર કમળ દોરવામા આવશે. ત્યારે રાજુલા શહેરમાં આ અભિયાનનો ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પ્રારંભ કર્યો હતો. જેમા શહેરના વિવિધ વિસ્તારોમાં કમળના જ નિશાન સાથેના વોલ પેઇન્ટિંગ દોરવાનું શરૂ કરી દેવામા આવ્યું છે. જેમા ફરી એકવાર ભાજપ સરકારનું પેઇન્ટીંગ દિવાલો પર કરવામા આવ્યું હતું. આ તકે માર્કેટિંગ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, રવુભાઈ ખુમાણ, વનરાજભાઈ વરુ, મહેન્દ્રભાઈ ધાખડા, મહેશભાઈ ટાંક, ઘનશ્યામભાઇ મશરૂ, સંજય લાડવા, કરણસિંહ પરમાર, મનોજભાઈ સંઘવી, સહિત શહેર ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.