ખાસ-ખબર સંવાદદાતા
ગિર-સોમનાથ જીલ્લાના નાગરીકોની સાયબાર સલામતીને વધુ સુદઢ બનાવવા તેમજ સાયબર ક્રાઈમ લગતા ટેકનિકલ ગુનાઓના પડકારોને પહોચી વળવા સારૂ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનુ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈ-લોકાર્પણ કર્યું.
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક એસ.પી.કચેરી ઈણાજ ખાતે જીલ્લાના નાગરીકોની સાયબર સલામતીમાં વધારો કરવા સારૂ તેમજ વર્તમાન સમયમા સોશીયલ મીડીયાના વધી રહેલ વ્યાપના કારણે સાયબર ક્રાઈમના બનેલ બનાવોને ઝડપી શોધી શકાય અને અટકાવી શકાય તે માટે ગીર સોમનાથ જીલ્લામા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી સાહેબનાઓના વરદ હસ્તે ઈ-લોકાર્પણ થકી શુભારંભ થયેલ છે. જે ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં જુનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા તથા એસપી મનોહરસિંહ જાડેજા અને જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની હાજરીમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનુ ઈ-લોકાર્પણ કરાયું હતું.