2023માં ચંદ્રયાન તો હવે 2024 માં XPoSat, ISROએ નવા વર્ષના પ્રથમ દિવસે જ એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ (XPoSat) સફળતાપૂર્વક લોન્ચ કરીને 2024 ની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે.
ઇસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ વર્ષ 2024ની શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. અવકાશ એજન્સીએ નવા વર્ષના પ્રથમ દિવસે જ એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ (XPoSat) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સાથે જ બ્લેક હોલના સ્ટડી મામલે આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે.
- Advertisement -
ભારત ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્યો પૈકીના એક બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહ મોકલીને વર્ષની શરૂઆત કરી છે. સવારે 9.10 વાગ્યે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનો આ પહેલો એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ એટલે કે ‘એક્સપોસેટ’ રોકેટ પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (પીએસએલવી) સી 58 દ્વારા લોન્ચ કર્યું હતું. તે માત્ર 21 મિનિટમાં અંતરિક્ષમાં 650 કિમીની ઉંચાઈ પર જશે. તેની સાથે જ અન્ય 10 ઉપગ્રહોને પણ પૃથ્વીની નીચી કક્ષામાં મૂકવામાં આવશે.
#WATCH | PSLV-C58 XPoSat Mission launch | ISRO launches X-Ray Polarimeter Satellite (XPoSat) from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh.
(Source: ISRO) pic.twitter.com/ws6Ik0Cdll
- Advertisement -
— ANI (@ANI) January 1, 2024
જણાવી દઈએ કે XPoSAT અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે અને તેમના સ્ત્રોતોની તસવીરો લેશે. તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવા જેવા બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે.
આ ઉપગ્રહને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બિટમાં 500 થી 700 કિલોમીટરની ઉંચાઈએ તૈનાત કરવામાં આવશે. આ મિશનની શરુઆત ISRO દ્વારા વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી જેનો ખર્ચ 9.50 કરોડ રૂપિયા છે. આ ઉપગ્રહમાં બે પેલોડ છે. પ્રથમ – POLIX અને બીજું – XSPECT.
પોલિક્સ (POLIX)શું છે?
પોલિક્સ આ ઉપગ્રહનો મુખ્ય પેલોડ છે. તે રમન રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ અને યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. 126 કિલો વજનનું આ સાધન અવકાશમાં રહેલા સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર, રેડિયેશન, ઇલેક્ટ્રોન વગેરેનો અભ્યાસ કરશે. પોલિક્સ અવકાશમાં 50 સૌથી તેજસ્વી પદાર્થોમાંથી 40નો અભ્યાસ કરશે.