ટીપી સ્કીમનો ગ્રામ્ય ખેડૂતોએ વિરોધ કરી ટ્રેકટર સાથે રેલી યોજી
ટીપી સ્કીમ મુદ્દે ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની ચીમકી: ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે – ભારતીય કિશાન સંઘ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના નજીકના ઝાંઝરડા, સુખપુર અને જોશીપુરા પુરા વિસ્તારમાં ટીપી સ્કીમ લાગુ કરવાનો વિરોધ ભારતીય કિશાન સંઘની આગેવાનીમાં આજે ખેડૂતો દ્વારા ટ્રેકટર અને બાઈક સાથે ખેતી બચાવના નારા સાથે વીશાળ રેલી યોજી એક જાહેરસભાનું આયોજન સાથે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ટીપી સ્કીમમાં ખેડૂતોની 40% જમીન કપાતનો વિરોધ દર્શાવ્યો હતો. જૂનાગઢ ભારતીય કિશાન સંઘના મનસુખભાઇ પટોળીયા અને ગોવિંદભાઈ સોચા સહીત આગેવાનો ખેડૂતોએ ટ્રેકટર રેલી યોજી ઝાંસીરાણી સર્કલ ખાતે સભા યોજી હતી જેમાં ખેતી બચાવ અને ટીમી સ્કીમ રદ કરોના નારા સાથે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતોની મહામૂલી જમીન વિકાસના નામે છીનવાય રહી છે.તેનો વિરોધ સાથે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
જૂનાગઢના મનપામાં નવા ભળેલા વિસ્તરામાં ઝાંઝરડા, સુખપુર અને જોશીપુરા વિસ્તારની કુલ 862 હેકટર જમીન છીનવાય રહી છે અને 40% જમીન વિકાસ કામમાં કપાતી હોવાના કારણે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ખેડૂતોને જમીન સંપાદન કરે તેવી રજૂઆત સરકાર સુધી પોહચાડી શું અને ખેડૂતોના હીતમાં પગલાં નહિ લેવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી જૂનાગઢ શહેરની નજીક આવેલ ખેડૂતોની મહામૂલી જમીન વિકાસ કાર્યોમાં કપાત બાબતે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને 10 વીઘા જમીન હોય અને તે જમીન 40 % કપાતમાં જાય તો ખેડતો કેવી રીતે ખેતી કરી શકે તેવા અનેક મુદ્દા સાથે ટ્રેકટર રેલી યોજીને કલેકટર કચેરી ખાતે પોહચ્યાં હતા અને ટીપી સ્કીમનો વિરોધ કરીને ખેડૂતોને અન્યાય ન થાય તે બાબતનું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.