શ્વાસ સંબંધી બિમારીઓના વધારા અને કોરાનાના નવા સબવેરિયેન્ટ જીએન.1ને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સભ્ય દેશોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, વાયરસ પોતાનો સ્વરૂપ બદલી રહ્યો છે. એવામાં બધા સભ્ય દેશ પોતાને ત્યાં મજબૂત સ્વાસ્થ્ય સુવિધાઓ રાખે, જેથી બિમારીઓને ફેલાતા રોકી શકાય. ડબ્લ્યુએચઓઅ કોવિડ19 પર સંગઠનની ટેક્નિકલ લીડ મારિયા વાન કેરખોવનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો છે. આ વીડિયોમાં કેરખાવે શ્વાસ સંબંધી બિમારીઓને ફેલાવાના કારણો જણાવ્યા હતા અને તેમને રોકવા માટે શું સાવધાની રાખવાની જરૂરહ છે, તેમના વિશે જાણકારી આપી હતી.
સરકારે એલર્ટ રહેવાની જરૂર
મારિયા બાન કેરખોવે પણ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, શ્વાસ સંબંધી બિમારીઓ દુનિયામાં સતત વધી રહી છે. જેમાં કોરોના વાયરસ, ફ્લૂ, રિનો વાયરસ, માઇક્રોપ્લાજ્મા, ન્યૂમોનિયા જેવી બીજી બિમારીઓનો સમાવેશ થાય છે. સોર્સ કોવ-2 સતત પોતાને બદલી રહ્યો છે. કોરોનાના સબવેરિયન્ટ જીએન.1 પણ ફેલાઇ રહ્યો છે. કેરખાવે કહ્યું કે, શ્વાસ સંબંધી બિમારીઓને ફેલાવાના કેટલાય કારણો છે, જેમાં એક હાલમાં વેકેશનનો માહોલ છે, જેમાં પરિવાર સાથે મળે છે, અને મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરે છે. એવામાં સરકારે મોટાપાયે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
- Advertisement -
કેરખાવે કહ્યું કે, લોકો શિયાળાની ઋતુમાં વધારે સમય ઘરની અંદર પસાર કરે છે. જણાવી દઇએ કે, પશ્ચિમી દેશોમાં આ દિવસો ક્રિસમસના વેકેશન માટેના હોય છે. જેના કારણે જ કોરોના કે અન્ય શ્વાસ સંબંધી બિમારીઓ ફેલાવાની શંકા રહેલી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે અને હાલ કોરોનાના 68 ટકા કેસ સબવેરિયન્ટ જીએન.1ના કારણથી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સભ્ય દેશોને વિનંતી કરી છે કે, તેઓ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સંબંધી નિયમોને લાગુ કરે અને તેમના પર નજર રાખે.