ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારમાંથી અવાર નવાર ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે આવતી હોય છે. ત્યારે SOG અને NDPS ની ટીમને મળેલ બાતમીનાં આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હેરોઈન ડ્રગ્સ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી.
ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરૂદ્ધનાં અભિયાનને પોલીસ દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે. જેને લઈ SOG તેમજ NDPS ની ટીમે વેરાવળ બંદરના નલિયા ગોળીકાંઠેથી રૂા. 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા રેડમાં હેરોઈનના 50 કિલો સિલબંધ પેકેટનો જથ્થો પકડી પાડ્યો હતો.
- Advertisement -
પોલીસ દ્વારા 9 આરોપીઓની ધરપકડ કરી
ત્યારે આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ઓપરેશનને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ ગૃહ રાજ્ય મંત્રીએ ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા હતા.
गुजरात पुलिस को ड्रग्स के खिलाफ अभियान में मिली एक और बड़ी सफलता – ₹350 करोड़ का ड्रग्स जब्त।
🔸गुजरात पुलिस ने वेरावल बंदरगाह के नलिया गोली किनारे पर रेड डालते हुए ₹350 करोड़ के हेरोइन ड्रग्स के 50 किलो सीलबंद पैकेट जब्त किए और कार्रवाई की।
- Advertisement -
🔸ऑपरेशन को SOG एवं NDPS की टीम…
— Harsh Sanghavi (@sanghaviharsh) February 23, 2024
પોલીસ દ્વારા તપાસ શરૂ કરી
હવે એસઓજી તેમજ એનડીપીએસની ટીમ દ્વારા ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યુ. તેમજ કોનો દ્વારા કરોડોનું ડ્રગ્સ મંગાવવામાં આવ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ કેસમાં હજુ અન્ય લોકોનાં નામ સામે આવી શકે તેવી શક્યતાઓ છે.
ગીરસોમનાથમાં કરોડોનું હેરોઇન ઝડપાવા મામલે ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુદ બોટ માલીકે જ સમગ્ર માહીતી આપીને કરોડોનો કાળોકારોબાર ઝડપાવ્યો છે.બોટ માલીક જુતુભાઇ કુહાડાએ પોલીસને માહીતી આપી હતી .બોટ માલીકને પોતાના ખલાસીઓ પર શંકા જતા આપી હતી માહીતી.મળેલી માહીતી પર પોલીસે તપાસ કરતા સમગ્ર કાંડ સામે આવ્યો છે.