ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ભેંસાણમાં યુવતીને પગાડી જવાના મનદુ:ખના કારણે બે પક્ષ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક વૃઘ્ધનું મોત થયુ હતુ અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો. પોલીસે બે મહિલા સહિત નવ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
આ અંગેની વિગત મુજબ બે દિવસ પહેલા ભેંસાણના સો વારીયા પ્લોટ વિસ્તારમાં રહેતા બે પરિવારો વચ્ચે યુવતિને ભગડી જવાના મનદુ:ખના કારણે મારામારી થઇ હતી જેમાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાઇ હતી.
આ દરમિયાન મુળજીભાઇ ગાંડાભાઇ સોલંકી નામના વૃઘ્ધને પથ્થર વાગવાથી ગંભીર ઇજા થઇ હતી તેઓને જૂનાગઢ ખાસેડવામાં આવ્યા હતા. જયા તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
આ મામલે પોલીસે બે મહિલા સહિત નવ આરોપીઓ સામે હત્યાના ગુનાની કલમનો ઉમેરો કર્યો હતો. પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.મૃતકના પરિવારે આ શખ્સો વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે પણ તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.