જૂનાગઢ શહેરમાં દેશી-વિદેશી દારૂનાં 10 કેસ નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાં પોલીસે 10 જગ્યાએ દરોડા પાડી 7 શખ્સને દેશી, વિદેશી દારૂ સાથે પકડી લઈ રૂપિયા 1.44,368નો મુદામાલ કબજે કર્યો હતો. મહિલા સહિત 3 શખ્સ નાસી જતા તપાસ હાથ ધરી હતી. શહેરમાં સુખનાથ ચોક પાસે આવેલ નૂરી મસ્જિદ સામે રહેતો માહિર નૂરમહંમદ ઉઠે મુન્નાભાઈ મકરાણીના મકાને દારૂનો મોટો જથ્થો હોવાની માહિતી મળતા એ ડિવિઝન પોલીસે રેઇડ પાડી રૂપિયા 81,680ની કિંમતના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 173 બોટલ કબજે લીધી હતી.અને માહિરની અટક કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
ક્રાઈમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન દોલતપરામાં મસ્તરામ મંદિર રોડ પર ભીખા ઉર્ફે ભૂરો રૈયા કરમટા પોતાના મકાને દેશી તથા ઇંગલિશ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી પરથી રેઇડ પાડી હતી. કાર્યવાહી દરમિયાન મકાનમાં 52 ભુપતભાઈ વંશ દારૂની હેરાફેરી કરતો મળી આવ્યો હતો. મકાનમાંથી 75 લીટર દેશી દારૂ, ઇંગ્લિશ દારૂની 17 બોટલ મળી કુલ રૂપિયા 26,938નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ભીખા ઉર્ફ ભૂરો હાજર મળી નહીં આવતા તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે સી ડિવિઝન પોલીસે જોષીપરાના યોગેશ્વર નગરમાં રહેતો સાજીદખાન મોહનીફખાન લોદીને મોપેડમાં 6 બોટલ દારૂ સાથે હાજીયાણી બાગ પાસેથી ઝડપી લઇ રૂપિયા 22,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શખ્સ દારૂનો જથ્થો ગાંધીગ્રામના બાલા રાજા રબારી પાસેથી લાવ્યો હોવાનું ખુલતા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શહેરમાં 1 દિવસમાં 10 રેઇડ પાડી 7 શખ્સને દારૂ સહિત રૂપિયા 1,44, 368ના મુદામાલ સાથે ઝડપી પાડયા



