જામનગરમાં 2, દ્વારકામાં 2 ખેડૂતના અને અમરેલીમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં દિવસેના દિવસે બનાવવામાં વધારો થઈ રહ્યો છે. એવામાં ગત 24 કલાકમાં આખા સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકથી 6 લોકોનાં મોત થયાની ઘટના સામે આવી છે. જેમાં અમરેલી જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 2 અને દ્વારકા જિલ્લામાં 2 લોકોએ હાર્ટ એટેકને લીધે જીવ ગુમાવ્યો છે. જે બાદ તેમના પરિવારમાં માતમ છવાયો છે. મહત્ત્વનું છે કે, અમરેલી જિલ્લામાં 24 કલાકમાં જ બે લોકોના હાર્ટ અટેકના કારણે મોત થયા સામે આવી છે. જામનગરમાં પણ બે યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. ગઇ કાલે રીક્ષા ચાલકને ચાલું રીક્ષાએ જ હાર્ટ એટેક આવતા મોત નિપજયાની ધટના સામે આવી હતી. હાઇવે પર જઈ રહ્યા હતા તે સમયે અચાનક હાર્ટ એટેક આવતા નીચે પટકાયા હતા. બીજી ધટના આજે 23 વર્ષના યુવકને રામાપીરના આખ્યાન દરમિયાન આવ્યો હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. બીજી ઘટના જામનગરમાં 24 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિનું અચાનક કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. જામનગર નજીક આવેલ પીપળી ગામના પાટિયા નજીક આદેશ હોટલ પાસે એક ટ્રક ચાલકને ચાલું ટ્રેકે હાર્ડએટેકથી કરુણ મોત નીપજ્યું હતું. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં હાર્ટ એટેકથી બે અગલ અગલ ખેડૂતના મોત મોત નીપજ્યાની ધટના સામે આવી છે. ખેતરમાં કામ કરતી વખતે ઢળી પડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતા. બાદમાં પોસ્ટમોર્ટમ કરતા હાર્ટ અટેકના કારણે મોત નીપજયુ હોવાનું સામે આવ્યું હતું. ઠાકર શેરડી ગામે રહેતા પ્રેમજીભાઇ કણઝારીયા જ્યારે શકિતનગર ગામે રહેતા હતા. આ ઉપરાંત રામજીભાઈ નકુમ નામના ખેડૂતનું મોત નીપજ્યાની ધટના સામે આવી છે. ઠાકર શેરડી ગામના પ્રેમજીભાઇ કણજારિયાના ખેડુત પુત્રનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. આ ઉપરાંત શકિતનગર ગામે રામજીભાઈ નકુમનું પણ મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં છેલ્લાં થોડા સમયથી યુવાનોને હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે.