સુખપુરની સગીરા પર ત્રણ નહીં 9 શખ્સે દુષ્કર્મ આચર્યું હતું
જૂનાગઢ તાલુકાનાં સુખપુર ગામની સગીરા પર 7 મહિનાથી 9 નરાધમો દુષ્કર્મ આચરી રહ્યા હતાં
- Advertisement -
આરોપી યશ દુધાત્રા સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ વધુ 8ને વારાફરતી લાવ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
સગીરાના પિતાએ જૂનાગઢ તાલુકા પોલિસ સ્ટેશનમા દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ત્રણ નરાધમોને ઝડપી લેવામાં આવ્યાં હતાં જેમાં યશ ઊર્ફે કાનો બાલા દુધાત્રાએ સગીરા સાથે દુષ્કર્મ આચાર્ય બાદ તેના સાથી મિત્ર કેયુર હરસુખ વાગડિયા અને દિવ્યેશ ચંદુ ગજેરાએ અલગ અલગ જગ્યાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે સમગ્ર બનાવ મામલે વધું ઊંડાણ પૂર્વક તપાસ કરાતા વધું 6 નરાધમોના નામ સામે આવતાં આ છ શખ્સોને પણ ઝડપી લેવાયા છે. ત્યારે તપાસ દરમિયાન યશ દુધાત્રાએ સગીરાને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતુ અને ત્યાર બાદ એક પછી એક નરાધમો સગીરાને પિંખતા રહ્યાં 9 શખ્સો 7 મહિનાથી સગીરા સાથે દુષ્કર્મ આચરતા રહ્યાનું સામે આવતા તાલુકા પોલીસે 9 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી હતી.
- Advertisement -
3 શખ્સનાં પાંચ દિવસના રિમાન્ડ
સુખપુર ગામની સગીરા સાથે દુષ્કર્મ અચનાર ત્રણ આરોપી યશ ઉર્ફે કાનો બાલા દુધાત્રા, કેયુર વાગડિયા, દિવ્યેશ ચંદુ ગજેરાને કોર્ટમાં રજુ કરતાં સરકારી વકીલ નીરવ પુરોહીતની દલીલને ધ્યાને લઇને
પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
દુષ્કર્મ મામલે વધુ 6 આરોપી ઝડપાયા
જૂનાગઢનાં સુખપુર ગામની સગીરા પર દુષ્કર્મ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરાયા બાદ વધુ 6 આરોપીનાં નામ ખૂલ્યા છે. સુખપુરની સગીરા સાથે 7 મહિનાથી દુષ્કર્મ આચનાર નરાધમો આસપાસના ગામનાં જ છે. જેમાં જયેશ કાનજી હિરપરા, રાકેશ બાબુ હિરપરા, ધર્મેશ બાબુ પારખીયા, કૃતિક રાજેશ શિંગાળા, પિયુષ હરસુખ હિરપરા, સાગર જગદીશ મુળિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા.