7 વર્ષમાં સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ 40 હજાર દીકરીઓને તાલીમ આપી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિકક્ષક રવિ તેજ વાસમસેટ્ટી દ્વારા જિલ્લાની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલતી મહિલા સ્વરક્ષણ તાલીમનું ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાની 5890 દીકરીઓ સ્વરક્ષણ તાલીમનો લાભ લેશે. તેનાથી 855 જેટલી દીકરીઓ એડવાન્સ તાલીમનો લાભ લેશે. 2015 થી 2021 સુધી જૂનાગઢ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમ જૂનાગઢ 40,000 વધુ દીકરી ઓ તેમજ મિશન સાહસીમાં 5000 જેટલી અન્ય દીકરીઓએ તાલીમ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મેળવેલ છે. હાલ ચાલુ વર્ષે આ તાલીમ જિલ્લાના 19 પોલીસ સ્ટેશનોમાં એેક પોલીસ સ્ટેશન દીઠ 310 વિધયાર્થીનીઓને બેઝીક તાલીમ આપવામાં આવશે અને 310 વિધયાર્થીનીઓમાંથી 45 વિદ્યાર્થીનીઓને એડવાન્સ તાલીમ આપવામાં આવશે.આ તાલીમમાં દીકરીઓને કરાટે, જુડો, હેન્ડ ફી મુવમેન્ટ, ચુનીદાવ, લાઠી દાવ, નાનચાકુ દાવ, અટેક, કીક,જુડો થ્રો- રોલ, ફાયરા,બ્રેકીંગ,બાઈક સ્ટન્ટ અને રોડ ફાઇટ જેવા અલગ-અલગ દાવ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નિમવામાં આવેલ કોચ સેન્સેય પ્રવિણ ચૌહાણ અને સેન્સેય મયુર ચૌહાણ દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા પસંદ થયેલ શાળા, કોલેજોમાં જઈ શીખવવામાં આવશે.
- Advertisement -
તાલીમ લીધેલ દરેક વિધાર્થીનીઓને જૂનાગઢ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા કોર્ષ પુણ કરેલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.