ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવ સપ્તાહનો ગત તા.બેના પ્રારંભ કરવામાં આવ્યો હતો. વન્યજીવ સપ્તાહ દરમિયાન કિપર ટોક, ચિત્ર સ્પર્ધા, ટ્રેઝર હન્ટ, વાઇલ્ફ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા, કિવઝ સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અંતિમ દિવસે ઇનામ વિતરણ અને સપ્તાહ સમાપન કરવામાં આવ્યુ હતુ. વન્યપ્રાણી સપ્તાહના પ્રથમ દિવસે 13,220, બીજા દિવસે 3516, ત્રીજા દિવસે બુધવાર હોવાથી રજા હતી ચોથા દિવસે 3752, પાંચમાં દિવસે 341, છઠ્ઠા દિવસે 3147 અને સાતમાં દિવસે 8406 મળી કુલ 35,551 વ્યક્તિઓમાં મોટા વ્યક્તિઓ 26,599 અને 8952 બાળકોએ નિ:શુલ્ક સક્કરબાગ ઝુની મુલકાત લીધી હતી.