રાજકોટમાં બેનાં અને સુરેન્દ્રનગરમાં એકનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેકના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સતત હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ રાતમાં ત્રણ યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં બે યુવાનો અને સુરેન્દ્રનગરમાં એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત નીપજ્યું છે. મહત્ત્વનું છે કે, સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસના કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 22 વર્ષીય સુરેશ કાનજીભાઈ ધૂધલીયાને રાત્રે 11 વાગ્યે છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજપરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં પોસ્ટમોર્ટમ કરતાના કારણે યુવાનનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. તો રાજકોટમાં વધુ બે યુવાનના હૃદય બંધ પડ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં 20 અને 35 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. ત્રણ મહિના પહેલા નેપાળથી મજુરીએ આવેલા ગુરૂપ્રસાદ અને રૂખડીયાપરાના 35 વર્ષના સુરેશને છાતીમાં દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ બચી શક્યા નહોતા.