ખાસ-ખબર સંવાદદાતા
નવને કચડી નાખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. હવે બહાર રહી દીકરાને જામીન અપાવવા મહેનત કરશે. 20 જુલાઈની મોડીરાત્રિએ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી લોકોને ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. બાદમાં પ્રજ્ઞેશ પટેલ તથ્યને બચાવવા માટે ઘટનાસ્થળેથી લઈ ગયા હતા. પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે લોકોને ધમકી આપી હતી તે કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. પોલીસે કલમ 506 અંતર્ગત પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત પોલીસે બંને પિતા-પુત્રને કસ્ટડીમાં લઈને 24 કલાકમાં અમદાવાદ જિલ્લા ન્યાયાલય ખાતે ઉપસ્થિત કર્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલે જામીન ન માગતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલી અપાયા હતા.