ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર પોલીસને મળેલી બાતમીના આધારે ડોળાસા ગામ તરફથી આવતી એક સફેદ કલરની ચેવરોલેટ કુજ કાર રજી નં.ૠઉં-10-અઙ-9141 વાળી ને રોકાવી ચેક કરતા કારમા ચોર ખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો મળી આવેલ, આ દારૂની હેરાફેરી કરતા કુલ ત્રણ ઇસમો કમલેશભાઇ ઉર્ફે ભોપી પ્રતાપભાઇ રાનેરા, રાહુલભાઇ ઉર્ફે ટુંડો મનસુખભાઇ મકવાણા ,સાહિલ ઉર્ફે બાલો સુલેમાનભાઇ મડમ રહે.પોરબંદર વાળને દારૂના જથ્થા અને કાર કિં.રૂ.1,50,000 કુલ મુદામાલ કિં.રૂ.1,91,300/- સાથે પકડી પાડી કોડીનાર પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથધરી હતી.