2016 પછી ભૂખમરાનો ભોગ બનનારાની સંખ્યામાં 500 ટકા વધારો
ભુખમરાના સમાધાન પર સંયુક્ત રાષ્ટ્ર જોર આપી રહ્યું છે : UN મહાસચિવ
ખાસ-ખબર સંવાદદાતા
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે બુધવારે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભૂખમરો નવા ઊંચા સ્તરે છે. વિશ્ર્વના કુલ 27 કરોડ લોકો ભૂખમરાને આરે છે. તેમણે વિશ્વને ભૂખમરા સામે જંગ છેડવા કહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ખાદ્ય અસુરક્ષિત લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. બે વર્ષ પહેલા આ સંખ્યા 13.5 કરોડ હતી, જે હવે બમણ થઈ 26.7 કરોડ થઈ છે. 2016 પછી આ પ્રકારના ભૂખમરાનો ભોગ બનનારા લોકોની સંખ્યામાં 500 ટકા વધારો થયો છે. તેમણે ન્યૂયોર્કમાં અમેરિકન વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેનના અધ્યક્ષપદ હેઠળ ગ્લોબલ ફૂડ સિક્યોરિટી-કોલ ટુ એક્શન દરમિયાન આ અપીલ કરી હતી. ભારતે તાજેતરમાં જ ઘઉંની નિકાસ પરપ્રતિબંધ મૂક્યો છે.
પોતાના ભાષણના સમાપનમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે જણાવ્યું હતું કે ખાદ્ય, ઊર્જા અને નાણાકીય સ્થિતિને લઈને વૈશ્વિક સંકટ પ્રતિક્રિયા સમૂહ નબળા લોકો પર સંકટના પ્રભાવ પર નજર રાખી રહ્યુ છે, તેને ઓળખી રહ્યુ છે અને સમાધાન પર જોર આપી
રહ્યુ છે.