જૂનાગઢની 5 વિધાનસભાની યોજાનાર ચૂંટણીને લઇને 5 નવેમ્બરથી ઉમેદવારી પત્રકો ઉપડી રહ્યા છે. દરમિયાન કુલ 4 દિવસમાં 167 ફોર્મ ઉપડ્યા છે જેમાંથી માત્ર કેશોદમાંથી 1ઉમેદવારી ફોર્મ પરત થયું છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢની 5 વિધાનસભા પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. 5 નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ વિતરણ થઇ રહ્યા છે. દરમિયાન 4 દિવસમાં માણાવદર બેઠક પરથી 28, જૂનાગઢ બેઠક પરથી 41, વિસાવદર બેઠક પરથી 33, કેશોદ બેઠક પરથી 36 અને માંગરોળ બેઠક પરથી29 ફોર્મ ઉપડ્યા છે.આમ, 5 વિધાનસભાના મળી 4 દિવસમાં કુલ 167 ફોર્મ ઉપડ્યા છે. જ્યારે એકમાત્ર કેશોદ બેઠક પરથી 1 ઉમેદવારનું ફોર્મ ભરાઇને પરત થયેલ છે. હાલની સ્થિતીએ સૌથી વધુ 41 દાવેદારોએ જૂનાગઢ બેઠક પરથી ચૂંટણી લડવા ફોર્મ ભર્યા છે. જ્યારે સૌથી ઓછા માણાવદર બેઠક પરથી 28 ફોર્મ ભરાયા છે. હજુ 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 15 નવેમ્બરે ફોર્મની ચકાસણી થશે અને 17 નવેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે ત્યાર બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
જૂનાગઢ પાંચ બેઠકમાં 167 ફોર્મ ઉપડયા
You Might Also Like
Follow US
Find US on Social Medias