ખાસ-ખબર સંવાદદાતા
કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 108નાં કર્મચારીઓનું જૂનાગઢમાં સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં 115 જેટલા 108નાં કાર્મચારીઓને એવોર્ડ આપી સન્માનીત કર્યા હતાં અને કર્મચારીઓને બીરદાવી તેનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો.
કોરોના કાળનાં પરિસ્થિતી વિકટ હતી. કોરોનામાં માણસ -માણસથી દુર થઇ ગયો હતો. ત્યારે કોરોનાનાં સમયમાં 108નાં કર્મચારીઓએ રાત – દિવસ ફરજ બજાવી હતી અને પોતાની ચિંતા કર્યા વિના લોકોને સારવારમાં પહોંચાડ્યાં હતાં,જેના કારણે અનેક લોકોનાં જીવ બચી ગયા હતાં. ત્યારે કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 108નાં કર્મચારીઓનાં સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ ઝોનનાં 12 જિલ્લાનાં 108નાં કાર્મચારીઓનું મિલન જૂનાગઢમાં યોજનામાં આવ્યું હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી અધિકારીઓ અને 108નાં કર્મચારીઓ મળી 250 લોકો જોડાયા હતાં. આ કાર્યક્રમમાં 108નાં 115 કર્મચારીઓનું સન્માન કરવામાં આવયું હતું. કોરોના કાળમાં સારી કામગીરી અને વધુ કેસ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભવનો હસ્તે એવોર્ડ આપી તેમની કામગીરીને બીરદાવી હતી.