ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢના વડાલ ગામમાં એક વ્યક્તિ 60 ફૂટ ઊંડા કુવામાં પડેલ હતાં જેની એક જાગૃત નાગરિક દ્વારા 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરતા જુનાગઢ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ તુરંત ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ત્યારબાદ ગ્રામજનોની મદદથી દર્દીને 60 ફૂટ ઊંડા કૂવામાં પડેલ વ્યક્તિને બહાર કાઢવામાં આવેલ હતો ત્યારે દર્દીની હાલત ખૂબ ગંભીર હતી ત્યારે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા આપવામાં આવેલ ટ્રેનિંગ અને જ્ઞાનનો ઉપયોગ કરી 108 ઈમરજન્સી સેવાના ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયન જયદીપભાઇ સિંધવા અને પાયલટ પ્રવીણભાઈ નિમાવત દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર આપી નજીકની વડાલીયા હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા.
- Advertisement -
પરંતુ દર્દીની હાલત ગંભીર હોવાને કારણે દર્દીને આગળ કે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો આમ 60 ફૂટ ઊંડા કૂવામાં પડવા છતાં દર્દીનો 108 ઈમરજન્સી સેવા દ્વારા આબાદ બચાવ થયેલ જે બદલ દર્દીના સગા દ્વારા 108 ઈમરજન્સી સેવાની સર્હારનીય કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો તથા જિલ્લાના અધિકારીઓ દ્વારા 108 ઈમરજન્સી સેવા વડાલના કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીની બિરદાવવામાં આવેલ હતી