ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ તાલુકાના બામણગામમાં બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે દડો એક મકાનની અગાસી પર પડેલ જે દડાને લેવા જતા એક બાળક અગાસી ઉપરથી 30 ફૂટ નીચે પડેલ જયારે બાળક પડી જતા 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરતા જુનાગઢ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ તુરંત ઘટના સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ દર્દીની તપાસ કરતા દર્દીને ડાબા પગમાં ફ્રેક્ચર તથા અન્ય ઇજાઓ થઈ હતી અને દર્દીની હાલત ખૂબ ગંભીર હતી
- Advertisement -
ત્યારે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા આપવામાં આવેલ ટ્રેનિંગ અને જ્ઞાનનો ઉપયોગ કરી 108 ઈમરજન્સી સેવાના ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયન ભાવેશભાઈ ભરડા અને પાયલટ ભુપેન્દ્રભાઈ ગઢવી દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર આપી દર્દીને નજીકની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં દાખલ આવેલ આમ અંદાજિત 30 ફૂટ જેટલી ઊંચાઈએથી પછડાવા છતાં દર્દીનો 108 ઈમરજન્સી સેવા દ્વારા આબાદ બચાવ થયેલ જે બદલ દર્દીના સગા દ્વારા 108 ઈમરજન્સી સેવાની સરાહનીય કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો તથા જિલ્લાના અધિકારીઓ દ્વારા 108 ઈમરજન્સી સેવા રેલ્વે સ્ટેશનના કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીની બિરદાવવામાં આવેલ હતી.



