ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નારી તુ નારાયણી કહેવત સાર્થક થઇ રહી છે. મહિલાઓ હવે પગભર બની રહી છે. રાજ્ય સરકારની મદદથી મહિલાઓ આત્મનિર્ભર બની લાખો રૂપિયા કમાણી કરતી જોવા મળેછે જેમાં જાંબાળા ગામની 10 બહેનોએ એક વર્ષ પહેલા વ્રજ મંગલમ જૂથ નામનું સખી મંડળ બનાવ્યું હતું. બાદમાં મેંદરડા નજીક 10 વીઘા જમીન ભાડા પેટે રાખી અને ગાયોનો નિભાવ કર્યો છે. જેમાં ગાયના છાણની અવનવી વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. તેમજ 10 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી મહિલાઓ પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપી રહી છે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને લઇને જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શહેરના આઝાદ ચોક ખાતેના રેડક્રોસ સંસ્થાના પટાંગણમાં સ્વસહાય જૂથની બહેનો માટે રાખડી ઉપરાંત હેન્ડીક્રાફ્ટ, હેન્ડલુમ અને ગૌ આધારિત ચીજ વસ્તુઓના વેચાણ માટે રાખડી મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં વિસાવદર તાલુકાના જાંબાળા ગામના વ્રજ મંગલમ જૂથની બહેનોએ પોતાની ગૌ આધારિત ચીજ વસ્તુઓ, રાખડીનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે.
વિસાવદરના જાંબાળા ગામની 10 બહેનો બની આત્મનિર્ભર
