ખાસ-ખબર સંવાદદાતા
વંથલી-માણાવદર સ્ટેટ હાઇવે ખાતે પાણી પુરવઠ્ઠા બોર્ડની ઓઝત-બે પાઇપલાઇનનો એરવાલ્વ લીકેજ થતા 10 ફુટ ઉંચા પાના ફુવારા છુટયા હતા આ પાણીના ફુવારા 10 કલાકથી વધુ સમયથી ઉડતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો. ત્યારે પાણીનો વેડફાટ થતો હતો ત્યાંથી નજીક જ પાણી પુરવઠા બોર્ડનું સાંબલપુર સંપ આવેલ છે. ત્યારે આટલા સમય સુધી પાણીનો વેડફાટ થતો હતો તો પણ કોઇ કર્મચારીઓએ કે અધિકારીઓની નજરે આવ્યુ ન હોય આ અંગે પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ જણાવ્યુ હતુ કે બીજા વિસ્તારમાં પ્રેસરથી પાણી આપવાનું હોવાથી આગળ વાલ્વ બંધ કરતા આવુ બન્યુ છે. જો પ્રેસરથી પાણી આપવાથી જો આ ઘટના બનતી હોય તો શું પાઇપલાઇનનું મેન્ટનસ નહીં થતુ હોય આ બાબતની ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તેવી માંગ ઉઠી છે.
વંથલી-માણાવદર પાણી પુરવઠા પાઇપ લાઇનમાં 10 ફુટ ઊંચા ફુવારા ઉડ્યા
