ચોરે હેકિંગ દ્વારા કાર ખોલી, તેને લઈને ભાગ્યો
ઇફાઇ રેસ્ટોરાંમાં વેલેટ પાર્કિંગમાં વાહન આપો ત્યારે ધ્યાન રાખજો
- Advertisement -
મુંબઈમાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની બાસ્ટિયન રેસ્ટોરન્ટમાંથી CMW Z4 કારની ચોરીનો મામલો સામે આવ્યો છે. આ કાર બાંદ્રા સ્થિત બિઝનેસમેન અને કાર કલેક્ટર રૂહાન ખાનની છે, જેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. રૂહાને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 27મી ઑક્ટોબરે બપોરે 2 વાગ્યે રુહાન તેના મિત્રો સાથે દાદરની પ્રખ્યાત બસ્ટિયન ક્લબમાં પાર્કિંગ કર્યાની એક મિનિટ પછી જ ચોરાઈ ગઈ. અહીં તેણે ક્લબના વેલેટને પાર્ક કરવા માટે કાર આપી હતી.
વેલેટે કાર બેઝમેન્ટમાં પાર્ક કરી. કાર પાર્ક કર્યા પછી હજુ માંડ એક મિનિટ થઈ હશે ત્યાં જીપમાં બે લોકો પહોંચ્યા. હેકિંગ મારફત કાર ખોલી તે લઈને ભાગી ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ પછી, સવારે 4 વાગ્યે જ્યારે ડિસ્કો ક્લબ બંધ થઈ, ત્યારે રુહાને વેલેટને તેની કાર લાવવા કહ્યું અને જાણ્યું કે તેની કાર ત્યાં નથી. સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં કાર ચોરાઈ હોવાનું જણાયું હતું.
પોલીસે તપાસ કર્યા બાદ કેસ નોંધ્યો હતો. પોલીસ હવે રસ્તાઓ પર લગાવેલા તમામ સીસીટીવી દ્વારા આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
- Advertisement -
સુરક્ષામાં ક્ષતિઓ પર ઉઠ્યા પ્રશ્નો
વકીલે ક્લબની સુરક્ષામાં ક્ષતિઓ અને નિયત સમય કરતાં વધુ રેસ્ટોરન્ટ ખુલ્લી રહેવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે તેમણે ખુલ્લેઆમ દારૂ પીરસવાને પણ કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ મામલો હવે હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે.
શિલ્પા બાસ્ટિયનના સહ-સ્થાપક છે, દાદરમાં કોહિનૂર બિલ્ડિંગની ટોચ પર સ્થિત બસ્ટિયન રેસ્ટોરન્ટના સ્થાપક અને માલિક છે. શિલ્પા શેટ્ટી આ રેસ્ટોરન્ટની કો-ફાઉન્ડર છે. આ 450 સીટર રેસ્ટોરન્ટમાં બહુવિધ બાર અને ડાઇનિંગ સેક્શન તેમજ સ્વિમિંગ પૂલ છે.