મનપા તંત્ર દ્વારા રોગોને નિયંત્રિત કરવા 899 ઘરોમાં ફોગીંગ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
મચ્છરજન્ય રોગચાળાના કારણે લોકોએ સતર્ક રહેવું પડે છે અને આરોગ્ય વિભાગની દોડાદોડી વધી છે. તા.24થી 30 જુલાઈ સુધીમાં મેલેરીયાના 1 અને ડેન્ગ્યુના 2 કેસ આવ્યા છે. નથી. બીજી તરફ સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. એક સપ્તાહમાં શરદી, ઉધરસના 314, સામાન્ય તાવના 56 અને ખોરાકજન્ય ઝાડા-ઉલ્ટીના 206 દર્દીની નોંધ થઇ છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.
- Advertisement -
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર – 56, અર્બન આશા – 415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ – 115 દ્વારા તા.24/07/23 થી તા.30/07/23 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 71,369 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 899 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલું છે.