બાંટવામાં કરોડો રૂપિયાની નકલી લૂંટનું તરકટ મામલો
માત્ર 10 દિવસમાં મુદ્દામાલ મૂળ માલિકને મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ જિલ્લાના બાંટવા નજીક અમદાવાદની કલા ગોલ્ડ પેઢીના સેલ્સમેન યાજ્ઞિક ધર્મેન્દ્રભાઇ જોષી અને ધનરાજ મોરારસા ભાડંગે નામના બંને ઈસમોએ કારમાં પંચર પડ્યું અને ત્રણ લૂંટારો આવીને 1.15 કરોડ જેવી અંદાજિત રકમની લૂંટ કરી ગયાનું તરકટ રચી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો અને બાંટવા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાવ્યા હતા ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ નવ ટિમો બનાવી એલસીબીના પીઆઇ જે.જે.પટેલને સોંપવામાં આવી હતી ત્યાર બાદ સીસીટીવી સહીત ટેક્નિકલ સોર્સ સાથે ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી હતી અને બંને સેલ્સમેનની ઉલટ તપાસ સાથે સમગ્ર લૂંટનો ભાંડો ફૂટ્યો હતો અને ફરિયાદ જ આરોપી નીકળ્યા હતા પોલીસે યજ્ઞિક જોશી અને ધનરાજ ભાંગડે તેમજ લૂંટના તરકટમાં સામેલ યજ્ઞિક જોશીના ભાઈ મોહિત જોશીને ઝડપી પડ્યા હતા અને નકલી લૂંટનો પર્દાફાશ કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલ ત્રણેય આરોપીની અટક કરી હતી અને માત્ર 10 દિવાસમાં લૂંટમાં ગયેલ સોના, ચાંદી તેમજ રોકડ મળી કુલ રૂ.1,92,58,610નો મુદામાલ ભોગબનનાર અમદાવાદ કલા ગોલ્ડના સંજયકુમાર બાલચંદભાઇ શાહને કોર્ટના હુકમ બાદ તમામ મુદ્દમાલ દિન 10માં એસપી હર્ષદ મેહતાના હસ્તે મૂળ માલિકને પરત કર્યો હતો ત્યારે ભોગબનનાર સંજયભાઈએ એસપી સહીત સમગ્ર પોલીસ પરિવારનો આભાર માન્યો હતો અને ખરા અર્થમાં પોલીસ પ્રજાનો સાચો મિત્ર એ સૂત્રને સાર્થક કર્યું હતું.