વિસાવદરનાં પ્રેમપરાની સીમમાંથી ટપક પદ્ધતિનાં પાઇપની ચોરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જોષીપરા વિસ્તારમાં તુલસી જોગો પાર્કમાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રોકડ રકમ, સોનાનાં દાગીનાં મળી રૂપિયા 1.47 લાખની મત્તાની ચોરી કરી ગયા હતાં. જયારે વિસાવદર તાલુકાનાં પ્રેમપરાની સીમમાંથી તસ્કરો પટક પધ્ધતીનાં પાઇપની ચોરી કરી ગયા હતાં. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં જોષીપરા વિસ્તારમાં તુલસી જોગો પાર્કમાં રહેતા જયકુમાર મનોજભાઇ જેઠવાનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
મકાનમાં ગેરકાયેદસરા રીતે પ્રવેશ કરી રોકડ રકમ 10,000 રૂપિયા તથા સોનાના દાગીનાની કિંમત રૂપિયા 1,37,000 મળી કુલ રૂપિયા 1,47,000ની મત્તાની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતાં. આ અંગે બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.
જયારે અન્ય એક બનાવવામાં વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામે રહેતા ધીરુભાઇ પાંચાભાઇ સોજીત્રાએ પોતાનાં ખેતરનાં શેઢા ઉપર ડ્રીપ ઇરીગેશનની પાઇપના બંડલ નંગ 29 રાખ્યાં હતાં. જે 20 એમએમના અને કાળા કલરના આશરે 12325 ફૂટ જેની કિંમત રૂપિયા 15000 ની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતાં. આ અંગે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.