નાણાવટી ચોક પાસે ઉકરડાનો મહારાજા!
શહેરનાં સૌથી મોટાં ઉકરડાંમાં સ્થાન પામતાં આ કચરાનાં ગંજને હટાવવો જરૂરી
- Advertisement -
શહેરનાં 150 ફૂટ રિંગ રોડ પર, સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક આવેલા નાણાવટી ચોકથી રામેશ્ર્વર મેઈન રોડ તરફ જતાં આવાસ યોજનાની બાજુમાં જ સદાય મસમોટો ઉકરડો ખડકાયેલો રહે છે. અહીં કોર્પોરેશન દ્વારા સફાઈ નથી થતી એવું ન કહી શકાય, પરંતુ સફાઈ થયાનાં બે જ દિવસમાં આસપાસનાં સ્થાનિકો અને રાત્રિ બજારનાં રેંકડીધારકો ગંદકી કરી મૂકે છે. દુર્ગંધને કારણે અહીંથી નીકળવું પણ મુશ્કેલ છે. અહીં કેમેરા મૂકીને કચરો ફેંકનાર સામે આકરો દંડ લેવા લોકોની માંગ ઉઠી છે.