- Advertisement -
ખાસ ખબર આયોજીત વેલકમ નવરાત્રિને ખેલૈયાઓએ વધાવી લીધી હતી. સહિયર ગ્રાઉન્ડમાં આયોજીત નવરાત્રિ મહોત્સવમાં 10 હજારથી વધુ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે રાસ ગરબા મહોત્સવનું આયોજન થઈ શક્યુ ન હતું જ્યારે આ વર્ષે છૂટ મળતા ખેલૈયાઓએ અગાઉથી જ ગરબે ઘૂમવા તૈયારી કરી લીધી હતી. એક સાથે દસ હજારથી વધુ ખેલૈયાઓ ટ્રેડિશનલ પોશાક પહેરીને ખાસ ખબર વેલકમ નવરાત્રિમાં રંગે ચંગે ઉમંગે અવનવા સ્ટેપ રમી જમાવટ કરી હતી. ખાસ ખબર નવરાત્રિને ખેલૈયાઓનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. જાણે રેસકોર્સમાં લોકમેળો ભરાયો હોય તેવું લાગી રહ્યું હતું. જ્યાં જુઓ ત્યાં ખેલૈયાઓ સિક્સ સ્ટેપ, ફોર સ્ટેપ, થ્રી સ્ટેપ રમતા જોવા મળી રહ્યા હતા. કોઈ મોટા કે નાના ગૃપમાં સૌ કોઈ પોતાના મિત્રો, સંબંધીઓ સાથે રાઉન્ડમાં મનગમતા ગરબા રમી આનંદ માણી રહ્યા હતા. સાતમ આઠમના લોકમેળા બાદ પ્રથમ વખત આટલા લોકો એક સાથે એકઠા થયા હતા. બે વર્ષ બાદ આજથી નવરાત્રી પર્વની ઉજવણી શરૂ થશે. ત્યારે આ નવરાત્રિના ઉમંદગભેર વધામણા કરવા ખાસ ખબર દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન કરાયું હતું. છેલ્લા બે વર્ષથી અર્વાચીન રાસોત્સવ બંધ હોવાના કારણે આ વખતે ખેલૈયાઓમાં ગરબે ઘૂમવાનો ઉત્સાહ બમણો થયો છે. જ્યારે યુવાધનમાં આ ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે. અનુસંધાન પાના નં. 4 પર
- Advertisement -
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરાએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી
વેલકમ નવરાત્રિની ઉદ્ધાટન સમારોહમાં દિપ પ્રાગટ્ય કરી માં દુર્ગાની આરતી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર દેવાંગ માંકડ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા ખાસ ખબરના એમ.ડી. પરેશ ડોડીયા, ડિરેક્ટર રજની પટેલ, તંત્રી કિન્નર આચાર્ય, ધારાસભ્ય ગોવિંદ પટેલ, ડિરેક્ટર અમિત માખેચા, બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, રાસોત્સવના આયોજક રાજુ બગડાઈ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓ પર લાખેણા ઈનામોની વણઝાર કરવામાં આવી હતી. ખાસ ખબર વેલકમ નવરાત્રિમાં રાજકોટના માનવંતા મહેમાનોએ રાસોત્સવની શોભા વધારી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ, જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, ડીએમસી આશિષકુમાર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, સિટી ન્યૂઝના એડિટર નીતિનભાઈ નથવાણી, કોર્પોરેટર નેહલ શુક્લ, હિરેન ખીમાણિયા, કાશ્મીરા નથવાણી, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વાય.બી. જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ રાસોત્સવને સફળ બનાવવા માટે રજની પટેલ, અમિત માખેચા, ભવ્ય રાવલ, અંકિત ચાવડા અને રાજુ બગડાઈ ભારે જહેમત ઉઠાવી હતી.
સહિયર ગ્રાઉન્ડમાં જ્યાં જુઓ ત્યાં ફોર, સિક્સ, થ્રી સ્ટેપની રમઝટ બોલતી હતી
ન ભૂતો, ન ભવિષ્યતિ : કોરોનાકાળ પછી રાજકોટની સૌથી મોટી વન-ડે ઈવેન્ટ
ન ભૂતો, ન ભવિષ્યતિ કોરોનાકાળ બાદ રાજકોટની સૌથી મોટી વન-ડે ઈવેન્ટ ખાસ-ખબર વેલકમ નવરાત્રી-2022 ગત શનિવારના 24 સપ્ટેમ્બરના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ ગઈ. ખાસ-ખબરની આ વેલકમ નવરાત્રી ઈવેન્ટનો આશરે 10 હજાર જેટલા લોકો ભાગ બન્યા હતા. જેમાંથી 8 હજાર જેટલી બાળાઓ અને મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખાસ-ખબરની વેલકમ નવરાત્રીમાં ઝૂમી ઉઠ્યા હતા તેમજ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે ખાસ-ખબરની વેલકમ નવરાત્રીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ખાસ-ખબર વેલકમ નવરાત્રીની સૌથી નોંધનીય બાબત એ રહી કે, આ એક દિવસીય થોડા કલાકોની ઈવેન્ટમાં કોરોનાકાળ બાદ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છતાં કોઈ જ અનિચ્છનીય બનાવ બન્યો નહીં. ઉપરાંત ખાસ-ખબર વેલકમ નવરાત્રી-2022ના સમગ્ર આયોજનને સૌ કોઈએ દિલથી વખાણ્યું અને વધાવ્યું હતું.
સોશિયલ મીડિયાની સેલિબ્રિટીઓથી લઈ સામાજીક અગ્રણીઓ, રાજકીય નેતાઓ, અધિકારીઓ સહિતનાંઓની વિશેષ ઉપસ્થિતિ
‘ખાસ-ખબર વેલકમ નવરાત્રિ’ને ખેલૈયાઓએ મન ભરીને માણી, દિલથી વખાણી
દિવ્યાંગ ખેલૈયો શિવ ખાસ જેતપુરથી રમવા આવ્યો
ખાસ ખબર વેલકમ નવરાત્રિમાં દિવ્યાંગ શિવ તેજવાણી જેતપુરથી રમવા આવ્યા હતા. ખાસ ખબરના મેનેજિંગ ડિરેક્ટર પરેશ ડોડિયાએ ઈનામ આપી શિવ તેજવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે કિંગ, ક્વિનને ઈનામો અપાયા
વેલકમ નવરાત્રિમાં દસ હજારથી વધુ ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં સૌથી શ્રેષ્ઠ પર્ફોમન્સ કરનાર ખેલૈયાઓને ઈનામોથી નવાઝવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સિનિયર કિંગ, ક્વિનને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં સિનિયર કિંગ તરીકે દિલીપ સાપરા, સિનિયર ક્વિન તરીકે ભાર્ગવી પાટડીયાને ઈંચના સ્માર્ટ ટીવી જ્યારે સેક્ધડ કિંગ કેશવ ધરાગીયા, સેક્ધડ ક્વિન કૃતિ વ્યાસ, જુનિયર કિંગ પરેશ ગોહેલ, જુનિયર ક્વિન ખુશાલી મકવાણાને 24 ઈંચના સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા હતા.
ખાસ-ખબર વેલકમ નવરાત્રિના મુખ્ય વિજેતાઓ…
સિનિયર કિંગ
દિલીપ સાપરા
સિનિયર ક્વિન
ભાર્ગવી પાટડીયા
સિનિયર કિંગ સેક્ધડ
કેશવ ધરાગીયા
સેક્ધડ ક્વિન સેક્ધડ
કૃતિ વ્યાસ
જુનિયર કિંગ
પરેશ ગોહેલ
જુનિયર
ક્વિન ખુશાલી મકવાણા
તેજસભાઈનું એન્કરીંગ, રાહુલ મહેતા-ઉર્વી પુરોહિત અને મીરા આહીરની ગાયિકી લાજવાબ
ખાસ ખબર વેલકમ નવરાત્રિમાં છેલ્લા 22 વર્ષથી રાસોત્સવનું આયોજન કરતા તેજસ શીશાંગીયાનું એન્કરીંગ, રાહુલ મહેતા, ઉર્વી પુરોહિત અને મીરા આહીરની ગાયિકી લાજવાબ હતી. જેણે ગરબાના તાલે ખેલૈયાઓને ઝૂમવા માટે મજબૂર કર્યા હતા.
જૂના-નવા, ગુજરાતી અને ફિલ્મી ગીતોએ મોજ કરાવી દીધી
સિંગરોએ શરૂઆતથી જ ખેલૈયાઓનો મૂડ પારખી લીધો હતો. જૂના-નવા હિંદી, ગુજરાતી ફિલ્મો અને રીમીક્સ સોંગ ગાઈ ખેલૈયાઓને ડોલાવ્યા હતા. ત્યારબાદ લોકોની ફરમાઈશ પર સિક્સ સ્ટેપ રિવર્સ અને ટીટોડાના ગીતો પણ ગાયા હતા.