12 ધોરણ સુધી અભ્યાસ છતાં બિઝનેસમાં ટોચનું સ્થાન ધરાવતાં સંજયભાઇ કોરડિયાની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોય તો પણ સામે પાણીએ તરી સંજયભાઈએ ભ્રષ્ટાચારને ખુલ્લાં પાડ્યા
- Advertisement -
સંજયભાઇ કોરડિયા એટલે સામે પાણીએ તરનાર નિડર રાજકારણી. ધોરાજીનાં મોટીવાવડીમાં જન્મ થયો. શાપુર, જૂનાગઢમાં અભ્યાસ કર્યો. આર્થિક સ્થિતી નબળી હોવાનાં કારણે આગળ અભ્યાસ કરી શક્યાં નહી. 12 ધોરણ સુધી અભ્યાસ કરી પિતાજી સાથે કામે લાગી ગયાં. જૂનાગઢમાં સંજયભાઇનાં પિતા કૃષ્ણદાસ કોરડિયા 2 હજારનો નોકરી કરતા હતા અને ભાડાનાં મકાનમાં રહેતા હતાં. આજે સંજયભાઇ જૂનાગઢની શ્રેષ્ઠ હોટલ સરોવર પોર્ટીકોનાં માલિક છે. તેમજ પિતાજી જે ફેકટરીમાં નોકરી કરતા હતાં. તે જ ફેકટરી ખરીદી લીધી છે. અમાદવાદ, રાજકોટ, જૂનાગઢમાં પાંચ ફેકટરીનાં માલિક બની ગયા છે. ભાજપમાં રહીને પણ ભાજપનાં શાસનમાં મહાનગરમાં ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. એવા સંજયભાઇ કોરડિયાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…
જૂનાગઢમાં બિઝનેસમાં ટોપનું સ્થાન ધરાવતા સંજયભાઇ (સુરેશભાઇ) કૃષ્ણદાસ કોરડિયાનો જન્મ 14 માર્ચ 1972માં ધોરાજીનાં મોટી વાવડીમાં થયો હતો. મોટીવાવડીમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. બાદ જૂનાગઢનાં શાપુરમાં અભ્યાસ કર્યો હતો.ધોરણ 9 થી 12 સુધી શાપુર અને જૂનાગઢમાં અભ્યાસ કર્યો હતો.ઘરની આર્થીક સ્થિતી નબળી હોય ધોરણ 12 પછી આગળ અભ્યાસ કરી શકયાં નહી. પિતાજી અભ્યાસ કરાવવા માંગતા હતાં,પરંતુ ઘરની સ્થિતીને જોઇને પોતે જ આગળ અભ્યાસ કરવાનું માંડી વાળ્યું હતું અને બિઝનેસમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. વડોદરા પિતાજી નોકરી કરતા હતા ત્યાં નોકરી કરવા જતા રહ્યાં. બેસન મીલનાં ફેકટરીમાં નોકરી કરવા ગયાં હતાં. 3 વર્ષ સુધી નોકરી કરી હતી.અહીં બેંકનો વહીવટ,માર્કેટીંગ સહિતની કામગીરી શિખ્યાં હતાં. બાદ 1996માં લગ્ન થયા, 1997માં નોકરી છોડી દીધી અને વનરાજ ફૂડસ ઇન્ડ. નામે ફેકટરી શરૂ કરી. 3 વર્ષમાં વનરાજ પ્રોટીંગ ઇન્ડ.ની શરૂઆત કરી અને અમદાવાદ, રાજકોટ, જૂનાગઢમાં ફેકટરી શરૂ કરી દીધી.
- Advertisement -
સંજયભાઈનાં પિતાજી જે ફેકટરીમાં નોકરી કરતાં હતા, તે જ ફેકટરી ખરીદી લીધી: પાંચ ફેકટરીનાં માલિક
આ ઉપરાંત સંજયભાઇનાં પિતાજી વિમલ પ્રોટીન ઇન્ડ. પ્રા.લી.માં નોકરી કરતા હતાં. તે ફેકટરી પણ ખરીદી લીધી. સંજયભાઇનાં જીવનમાં 1997માં ફેકટરી શરૂ કરી બાદ ટર્નિંગ પોઇન્ટ આવ્યો. અહીંથી બિઝનેસમાં તેજ રફતાર પકડી લીધી. ધીમે ધીમે અન્ય બિઝનેસમાં પણ આગળ વધતા ગયા. વર્ષ 2016માં હોટલ વ્યવસાયમાં આગળ વધવાનો નિર્ણય કર્યો. શહેરમાં શ્રેષ્ઠ હોટલ નિર્માણનો પ્રારંભ કર્યો. 2019માં બેલવ્યુ સરોવર પોર્ટીકો હોટલ શરૂ થઇ. જે સંજયભાઇ જૂનાગઢમાં ભાડાનાં મકાનમાં રહેતા હતાં,તે આજે જૂનાગઢમાં સારામાં સારો હોટલનાં માલિક છે. વ્યવસાય સાથે સંજયભાઇ કોરડિયા રાજકારણમાં પણ આગળ વધ્યા. 2004માં જૂનાગઢમાં પ્રથમ વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યાં અને હાર થઇ. આ હારમાંથી પણ ઘણુ શિખવા મળ્યું. 2006-7માં નરેન્દ્રભાઇ મોદીનાં હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો. વર્ષ 2009માં કોર્પોરેશનની ચૂટણીમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા. જીતનો સીલસીલો ચાલુ રહ્યો. વર્ષ 2014, વર્ષ 2019માં પણ જીત્યા. 2014માં જૂનાગઢ મહાનગરનાં ભાજપનાં પ્રમુખ બન્યાં. કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન બન્યાં. 2014માં નરેન્દ્રભાઇ વડાપ્રધાનનાં ઉમેદવાર હતાં. ત્યારે જૂનાગઢ શહેરમાંથી 27 હજાર મતની લીડ મળી હતી. સંજયભાઇએ કહ્યું હતું કે, કાર્યકરોની મહેનત અને લોકોનાં વિશ્ર્વાસથી આ લીડ મળી હતી. તેમજ સ્ટેન્ડીંગમાં રીપીટ કરવાની વાત આવી ત્યારે સામેથી ના પાડી અન્યને મોકો આપવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે,2012માં માણાવદર વિધાનસભા બેઠક માટે મારું નામ નકકી હતું. પરંતુ મારું નામ અંતિમ સમયે રદ થયું હતું. માણાવદર નગર પાલીકાની ચૂંટણીનો ઇન્ચાર્જ બનાવ્યો હતો. પ્રથમ વખત 27 બેઠકમાંથી 21 બેઠક પર જીત ભાજપની થઇ હતી. આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી ખરી ? તેના જવાબમાં સંજભાઇ કોરડિયાએ કહ્યું હતુ કે, પાર્ટીનાં કાર્યકર હોય ટીકીક માંગવાનો અધિકારી હોય. ધારાસભાની ચૂંટણી લડવાની ઇચ્છા છે. પરંતુ પાર્ટીનાં આદેશ મુજબ કામ કરવામાં આવશે. કોર્પોરેશનમાં ભાજપનાં શાસનમાં ભ્રષ્ટાચાર સામે લડ્યાં હતાં ? તેના જવાબમાં સંજયભાઇ કોરડિયાએ કહ્યું હતું કે, સમાજમાં સારા માણસનાં મોનથી સમાજને વધુ નુકશાન થાય છે. મૌન ન રહેવું જોઇએ. પાર્ટીમાં લોકોનાં હીત માટે કામ કરવાનું હોય છે. લોકોની અન્યાય થતો હોય ત્યારે અવાજ ઉઠાવવો જોઇએ. ભ્રષ્ટાચાર સામે કાર્યકર્તાએ લડવું જોઇએ. મનપામાં ભ્રષ્ટચાર સામે અવાજ ઉઠાવ્યો તેનાથી તો લોકો મને પ્રેમ કરે છે. લોકો સન્માન આપે છે. સત્તામાં હોય આવુ થાય ત્યારે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વને સાચી વાત કરી સમાજવવાં જોઇએ. જેનાથી લોકોની વિશ્ર્વાસ બન્યો રહે. સંજયભાઇ કોરડિયાએ નમામી ગંગે વિભાગનાં પ્રદેશ ક્ધવીનર છે. ભાજપ ઉપરાંત ધાર્મીક અને સામાજીક સંસ્થાઓમાં જવાબદારીઓનું વહન કર્યું છે.
સીદસર મહોત્સવમાં 15 હજાર સ્વયંસેવકોનું નેતૃત્વ કર્યું
સંજયભાઇ કોરડિયાએ જણાવ્યું હતું કે, સીદસર મહોત્સવમાં 15 હજાર સ્વયંસેવકોનું નેતૃત્વ કર્યું હતું. દરેક તાલુકા અને ગામડ ગામડે જઇ સ્વયંસેવકો સાથે સંવાદ થયો છે. સ્વયંસેવકોને ટ્રેનિંગ આપી. 6 મહિના કામ કર્યું.આ મહોત્સવની વિશેષતા એ હતી કે, એક પણ સ્વયંસેવકનાં હાથમાં લાકડી ન હતી. લોકોને નજીકથી જવાનો જાણવાનો અવસર મળ્યો. છ મહિના જાણે સામાજીક અભ્યાસ કર્યો હોય તેવું લાગ્યું. જીવન ઘડતરનો સૌથી મહત્વનો પોઇન્ટ રહ્યો હતો. ગાંઠીલા ઉમિયા માતાજી મંદિરમાં કારોબારી સભ્ય રહ્યો.
1997માં કળિયુગ જોયો, કોઇએ પૈસા ન આપ્યાં
સંજયભાઇ કોરડિયાએ ભુતકાળને વાગોળતા કહ્યું હતું કે, 1997માં કળિયુગ જોયો હતો. તે સમયે ઘણા લોકો સહકાર માટે કહેતા હતાં. પરંતુ જયારે તેમની પાસે સહકાર માટે ગયા ત્યારે ના પાડી દેતા હતાં. તે સમયે માત્ર ભાવનગરનાં વાણિયાએ મદદ કરી હતી. બાકી કોઇનો સહકાર મળ્યો ન હતો. તે સમય સમાજને સમજવાનો અને ઓળખવાનો સમય હતો. હવે લોકો તમારી પાસે આવે તો તમારું વર્તન કેવું હોય છે ?. આ સવાલનાં જવાબમાં સંજયભાઇએ કહ્યું હતું કે, હું કોઇને ખાતરી આપું પછી અંત સુધી ઉભો રહું છું. મારી સાથે જે થયું તે હું ભુલી ગયો છું. કોઇને ખોટી હૈયાધારણા આપતો નથી. તેમજ કોઇને મદદ કરી હોય તે હું ભુલી જાવ છું.
ફરવાનો શોખ, ભારતનું એક પણ રાજ્ય બાકી નહીં
સંજયભાઇ કોરડિયા સંયુક્ત પરિવારમાં માને છે. પરિવારને પહેલા સમય આપે છે. સંજયભાઇ ફરવાનાં શોખી છે. તેમણે કહ્યું હતું કે, વર્ષમાં એક વખત ભારતમાં અને એક વખત વિદેશમાં પરિવાર સાથે ફરવા જવાનું. ભારતનું એક પણ રાજય બાકી રહ્યું નથી. તમામ જગ્યાએ ફરી આવ્યાં છીએ. તેમજ 25 દેશમાં પ્રવાસ કર્યો છે. સંજયભાઇ કોરડિયા પોતાનાં પિતા કૃષ્ણદાસભાઇને પ્રેરણામૂર્તિ અને આદર્શ માને છે. સંજયભાઇએ કહ્યું હતું કે, પિતાએ નાની ઉંમરે વિશ્ર્વાસ સાથે મોટી જવાબદારીઓ આપી હતી. હંમેશા તેમનાં તરફથી પ્રોત્સાહન મળ્યું છે. સેવાકીય પ્રવૃતિઓમાં પણ સંજયભાઇ અગ્રેસર છે. ઉંજા, ગાંઠીલા, સીદસરમાં ધાર્મીક પ્રવૃતિઓમાં જોડાયેલા રહે છે. તેમજ સામાજીક સંસ્થા પણ ચાલવે છે. સંસ્થાનાં માધ્યમથી અનેક પ્રવૃતિઓ કરતા રહે છે. ઇશ્ર્વમાં શ્રધ્ધા ધરાવે છે.