By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન માટે આજે કયામતની રાત
    5 hours ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    8 hours ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    8 hours ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    1 day ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    5 hours ago
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    7 hours ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    1 day ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    1 day ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    7 hours ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    7 hours ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    7 hours ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    7 hours ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અધીરા થઈ અમારી વારતામાં વચ્ચે આવીને! જરા દેખાઈ જાશું! તું સખી આદેશ આપે તો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અધીરા થઈ અમારી વારતામાં વચ્ચે આવીને! જરા દેખાઈ જાશું! તું સખી આદેશ આપે તો
Author

અધીરા થઈ અમારી વારતામાં વચ્ચે આવીને! જરા દેખાઈ જાશું! તું સખી આદેશ આપે તો

Khaskhabar Editor
Last updated: 2024/04/13 at 4:11 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

કદી રસ્તે, વખતના હાથથી પીંખાઈ જાશું તો!
કદી પોંખાઈ જાશું! તું સખી આદેશ આપે તો

વ્હાલી જિંદગી,

- Advertisement -

તું પારિજાતની નમણી ડાળી પર ખીલેલું, મારી ધ્રાણેન્દ્રિયને મઘમઘ કરનાર ફૂલ છે. તું મારી ભીતર અડાબીડ ફૂલ્યે જતું વાંસવન છે. તારી નમણી કાયાની આરપાર હું વાંસળી બની વાગી જાઉં છું… વહેલી સવારે જાગી જાઉં છું અને સમૂળગો જિંદગી બની જાઉં છું. તું મારાં હૃદયમાં સ્થાપિત થયેલો તણખો છે જે મને ધગધગતો રાખે છે. જ્યારે જ્યારે તને જોઉં છું ત્યારે ભગવાનને જોતો હોઉં એવું લાગે છે. પ્રતિદિન તું મને વધારે ને વધારે વહાલી લાગતી જાય છે. ચંદ્રની ચડતી -ઉતરતી કળા કરતાં મને તારું રૂપ વધારે સુંદર લાગે છે. ચંદ્રમાં તો ડાઘ પણ છે જ્યારે મારી જિંદગી ડાઘ રહિત, નિર્મળ અને પવિત્ર છે. તારી સાથે હોઉં ત્યારે સ્પર્શવાની એક પણ તક હું જવા નથી દેતો કારણ કે તારો સ્પર્શ મારા માટે સાક્ષાત્ પારસમણિ છે. જિંદગી! હું તને ભરપૂર ચાહું છું. તું મારું એ તત્ત્વ છે જે મને જડી ગયેલું છે, મારાં હૃદયને અડી ગયેલું છે. તું જ મારું બ્રહ્મ છે અને બ્રહ્માસ્ત્ર પણ. હું તને ક્ષણે ક્ષણે જપું છું. તારા નામનો જાપ મારાં આત્માને અજવાળે છે અને હું ભર્યો ભર્યો થઈ જાઉં છું. તારામાં રમમાણ રહીને હું જીવનનના તત્ત્વને જાણું છું.

જિંદગી! તું મને નખશિખ ગમે છે. તારા પગનાં અંગૂઠાથી લઈ કાળા વાળની અંદર છૂપાયેલાં સોનેરી વાળનાં સેર સુઘી… તારી પાંપણની નમણાશથી લઈને તારી છાતીની ભીનાશ સુધી… તારા સ્પર્શથી લઈને થોકબંધ ચુંબનોની હારમાળા સુધી… હું તારામાં ઊંડે ઊંડે ઉતરતો જાઉં છું. એટલો ઊંડે કે જ્યાં ઊંડાઈનાં તળિયાનું માપ જ સમાપ્ત થઈ જાય. મારી અંદર અજીબ પ્રકારની રોમાંચક હલચલ થાય છે, લોકો જેને પ્રેમનાં સુંવાળા નામથી ઓળખે છે. તારા સ્પર્શનાં જાદુથી મારા બધાં જ રોગ છૂમંતર થઈ જાય છે. તારી આંખોનાં કાતિલ નખરાથી હું ચૂર ચૂર થઈ જાઉં છું. તારા આવવાનો પગરવ મારાં કાનને સતેજ કરીને હૃદયમાં સાથિયા પૂરવા લાગી જાય છે. તું મારાં હૈયાની હિંડોળાખાટ છે… તું મારાં દીવાની અવિચળ પ્રગટી રહેલી વાટ છે… તું હરદમ હૈયામાં ભરચક ભીનો રહેતો ઘાટ છે… વહેલી સવારની ખુશનુમા હવા તારો સંદેશો લઈને મારી આરપાર પસાર થઈ જાય ત્યારે મારું હોવું વધારે જીવંત બની જાય છે. તારા ભીંજાયેલા વાળમાં પૂરાઈ રહેલાં પાણીનાં ટીપાં પર તડકો પડતાં જ જાણે સોનેરી મોતીની અઢળક સેરો ફૂટી નીકળે છે. હું આભો બનીને એને જોયાં કરું છું. તું હસીને મને બોલાવે છે, હું ઊછળીને તને સ્પર્શવા અને માણવા મારાં મૂકામ (તારા) સુધી પહોંચી ઓતપ્રોત થઈ જાઉં છું. સ્થળ – કાળ બઘું જ થંભી જાય છે… દશે દિશાઓમાં તારા હોવાનું અજવાળું રેલાવા લાગે છે…

મારું આખું જગત રોશનીથી રળિયાત થઈ જાય છે. મારી આંખોમાં વિસ્મય ડોકિયાં કરે છે. જિંદગીને આ રીતે ચાહવાથી આટલું બધું પ્રાપ્ત થાય છે તો સતત જિંદગીમય રહેવાની મજા માણવાનું ક્યારેય નથી ચૂકવું. બસ જિંદગી જે આદેશ આપે એ મુજબની ગતિ એટલે પ્રગતિ. જિંદગી! તું મારાં આત્માના અજવાળાની લકીર છે જે મને રસ્તો દેખાડી જાય છે. તું મારાં આયખામાં લહેરાતો લીલોછમ બારમાસી પાક છે. મારી અંદર સહેજ પણ ઓછપ કે અધૂરપ નથી કેમ કે મેં જિંદગીને ભરપૂર ચાહી છે… ચાહું છું… ચાહતો રહીશ…
સતત જિંદગીમય રહેતો…
જીવ.

- Advertisement -

(શીર્ષકપંક્તિ:- નિકુંજ ભટ્ટ)

You Might Also Like

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

TAGGED: life, LOVE, self love
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મૂળ પેરુના વતની બટેટા પાસે પોતાનો સાડા બાર હજાર વર્ષનો ઇતિહાસ છે
Next Article રૂપાલાએ હનુમાન મઢી ચોકના હનુમાનજીના મંદિરે શીશ ઝુકાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

એક જ આંબામાં ત્રણ પ્રકારની કેરી: ખાખડી, સોપારી અને મરીના દાણા જેવડી કેરીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ધ્રાંગધ્રા પોલીસની ‘ત્રિશક્તિ’: ગ્રામ્ય વિસ્તારની 3 દીકરી ખાખી વર્દીમાં ચમકી
ધ્રાંગધ્રા તળાવના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીએ ભાંગરો વાટયો
પાટડીના કચોલીયા ગામે સ્નાનઘાટની દીવાલ ધરાશાયી કપડાં ધોતી મહિલાનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત
ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે સત્યમ સોસાયટીમાં રૂ.18 લાખના સીસી રોડનું ખાતમુહૂર્ત
ધ્રાંગધ્રાના જેગડવા ગામે જર્જરિત પૌરાણિક વાવનું સમારકામ કરવા માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મિડલ ઈસ્ટમાં લોહિયાળ જંગ: ઈરાન મુસ્લિમ દેશો વચ્ચે જ સાવ એકલું અટૂલું પડ્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Author

EMI ન ભરાય તો ગભરાશો નહીં: હપ્તાની ચૂકવણી ન કરવી એ ગુનો નહીં પણ કરાર ભંગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?