જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં વરસાદ હવે વિનાશ વેરી રહ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. અવિરત વરસતાં વરસાદે તારાજીના દ્રશ્યો સર્જયા છે. માંગરોળ પંથકમાં સતત પડી રહેલા વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી ઘેડ પંથકના ગામોને બેટમાં ફેરવાયા છે. માંગરોળના ઘેડના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. એક ગામથી બીજા ગામ જતાં તમામ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. સાથે જ ઓજત નદીના ત્રણ દરવાજા ખોલતાં 4 જેટલા ગામો સંપર્ક વિહોણા થયાં છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. આફતના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યાં છે. જેમાં ઘેડ પંથકના હાલ બેહાલ જોવા મળી રહ્યાં છે. બીજી તરફ હજુ પણ ઘેડના ગામડાઓમાં મેઘતાંડવ યથાવત છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.