ગરબે ઘૂમે નાર… સજી સોળે શણગાર…
નવરાત્રીમાં ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસની સાથે ઓર્નામેન્ટસનું એડવાન્સ બુકીંગ કરાવ્યું
- Advertisement -
માં આધ્યાશક્તિની નવલી નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ખેલૈયાઓ ગરબે ઘુમવા માટેની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આજની યુવા પેઢીમાં નવરાત્રીમાં સુંદર દેખાવવા માટે અવનવા આભૂષણો, રૂપાળા દેખાવા માટેની સ્કીન ટ્રીટમેન્ટ અને મેકઅપની સાથે અવનવા ડીઝાઇનના નેઇલ આર્ટનો ક્રેઝ પણ ખૂબજ વધી રહ્યો છે. નવરાત્રીને જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ-તેમ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ પણ વધ્યો છે. નવરાત્રીના દરેક દિવસમાં કંઇક અલગ જ લુક મેળવવા માટે યુવક-યુવતીઓ તત્પર હોય છે. જને લઇને નવરાત્રી પહેલા જ બધી તૈયારીઓ કરી લીધી છે. મેકઅપ, ચણીયાચોળી, નેઇલ આર્ટ સાથે ટેટુનો પણ એટલી જ હદે ક્રેઝ છે. નવરાત્રી દરમ્યાન નીતનવા ડિઝાઇનર ચણીયાચોલી, નેઇલ એક્સપર્ટ દ્વારા નવરાત્રી સ્પેશ્ર્યલ ઓફર પણ આવતી હોય છે. ખાસ કરીને સુંદર અને સ્કીન પર ગ્લો લાવવા માટે બીબી ગ્લોનો ક્રેઝ ખૂબજ વધ્યો છે. આ સાથે છેલ્લા ઘણા સમયથી બ્યુટી- સલુનથી વધારે યુવક-યુવતીઓ સ્ક્રીન- સ્પેશ્ર્યાલીસ્ટ પાસે ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન તો સુંદર અને એટ્રેક્ટીવ દેખાવું તો કોને ના ગમે? ત્યારે નવરાત્રી આતાની સાથે જ ચણીયાચોલીથી માંડી સ્ક્રીન ટ્રીટમેન્ટ, મેકઅપ, નેઇલ આર્ટ પાછળ યુવાધન હજારો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. ગરબાના સ્ટેપની સાથે ડ્રેસની પસંદગી
નવરાત્રી અનુરૂપ નેઇલમાં દાંડિયા, ગરબા સહિતની આકૃતિઓ કંડારવાનો ક્રેઝ: નેઇલ આર્ટીસ્ટ નેહા જોષી
આજે આપણે વાત કરીશું બીડબલ્યુ નેઇલ આર્ટ સ્ટુડિયોનો નેહા જોષી સાથે ખાસ-ખબર સાથેની વાત-ચીત દરમ્યાન નેહા જોષીએ જણાવ્યું કે, આ નવરાત્રી દરમ્યાન યુવતીઓમાં નેઇલ આર્ટનું ઘેલું લાગ્યું છે. જેના કારણે આ વર્ષ નેઇલ આર્ટના બિઝનેસને પણ ચાર ચાંદ લાગ્યા છે. રાજકોટમાં પ્રોફેશનલ નેઇલ આર્ટના સ્ટુડીયોની બોલબાલા વધી ગઇ છે. ત્યારે નેઇલ આર્ટીસ્ટ નેહા જોષી દ્વારા દરેક નેઇલ એકસ્ટેન્સનમાં 50 ટકા જેટલું ભારે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. સાથે નેઇલ આર્ટની ફ્રીમાં કરી આપવામાં આવશે, નવરાત્રીમાં નેઇલ આર્ટ માટે યુવતીઓ રૂ. 400થી માંડી રૂ. 2000 સુધીનો ખર્ચો કરી નાખે છે. ખાસ કરી નવરાત્રીને અનુરૂપ નેઇલ આર્ટ જેવા કે નેઇલમાં ડાંડીયા, ગરબા સહિતની નવરાત્રી અનુરૂપ આકૃતિઓ કરાવતા હોય છે.
- Advertisement -
આર્ટીસ્ટીક નેઇલ આર્ટ, દાંત પર ડાયમંડ સહિત ફેસ પર બીબી-સીસી ગ્લોનો જબરો ક્રેઝ
10 દિવસ ગરબા રમવા માટે અવનવા ચણીયાચોળીનું એડવાન્સ બુકિંગ
પણ અગાઉથી કરીને ડ્રેસીસ ભાડે લેતા હોય છે.જે માટે નવરાત્રી દરમિયાન રમવા માટે ડ્રેસને પસંદ કરીને અગાઉથી બુકીંગ કરતા હોય છે. ગરબાના સ્ટેપની પ્રેકટીસની સાથે નવરાત્રીમાં રમવા માટે ખાસ ડ્રેસીસ પસંદ કરતા હોય છે. 9 થી 10 દિવસ ગરબા રમવા માટે દૈનિક અલગ-અલગ ડ્રેસ માટે ભાડેથી એડવાન્સ બુકીંગ કરતા હોય છે. પોતાના પસંદગીના કલર, ડીઝાઈનના ડ્રેસ અગાઉથી પસંદ કરીને બુકીંગ કરતા હોય છે. નવરાત્રીમાં ગરબા રમવા માટે ખેલેયાઓ ડ્રેસની સાથે ઓર્નામેન્ટસ પસંદ કરીને ખરીદી કે ભાડેથી લેતા હોય છે.જે ડ્રેસ પસંદ કરે તેના મેચીંગના ઓર્નામેન્ટસ લેતા હોય છે.દામણી,ટીકો,નથડી, કડા, પોચો, બુટી, હાર,કમરબંધ વગેરેની વસ્તુઓ લેતા હોય છે.જે માટે નવરાત્રી પહેલા જ ડ્રેસ અને ઓર્નામેન્ટસનું બુકીંગ કરતા હોય છે. દર વર્ષે ખૈલેયાઓ આભલા, ટીકી, સિતારા, મોતી,કોડીથી ભરેલા ડ્રેસ પસંદ કરતા હોય છે. તેમજ ફિલ્મી સ્ટાઈલના ચણીયા ચોલીની માંગ યુવાનો કરતા હોય છે. એક દિવસના ડ્રેસનું ભાડુ 200 રૂપિયાથી લઈને 3,000 સુધીનું ચુકવતા હોય છે. ગુજરાતીઓને ગરબાનો શોખ હોય છે. જેમાં નાના ભુલકાઓ પણ બાકાત હોતા નથી. નાના બાળકો માટે ખાસ વિશેષ ડ્રેસ તૈયાર કરવામાં આવે છે.ગરબા રમવાના શોખીન બાળકો પણ આવા રંગબેરંગી આકર્ષક ડ્રેસ વધુ પસંદ કરતા હોય છે. ટ્રેડિશનલ ડ્રેસ સાથે બાળકો પણ ગરબા રમતા હોય છે. ખાસ કરીને હેન્ડવર્કની ડિમાન્ડ વધી છે. આ સાથે એક્રેલીક, પ્રેસ ઓન કેલીઝેલ, ટેમ્પરરી એકસ્ટેન્શન, નેચરલ નેઇલમાં જેલ પોલિસ, સહિતના નેઇલ બનાવી શકાય છે. હાલમાં નેઇલમાં કે-ટાઇન, માર્બલ આર્ટ, ક્રોમ, મીરર ઇફેક્ટ પણ કરી આપવામાં આવે છે. સાથે ડબલ આર્ટ સહિતના વિવિધ પ્રકારના નેઇલ એકસ્ટેન્શનમાં નવરાત્રી દરમ્યાન ખાસ ઓફર મુકવામાં આવી છે.
બીબી અને સીસી ગ્લોનો વધુ ટ્રેન્ડ: ડૉ. માહી
કોસ્મેટોલોજીસ્ટ ડો. માહી(ઇવખજ)એ જણાવ્યું હતું કે આ વર્ષ નવરાત્રી દરમ્યાન બીબી ગ્લો વીથ ચીક બ્લશ અને લીપ બ્લશનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સાથે ડો. માહી ક્લીનીક્સ દ્વારા નવરાત્રી સ્પેશ્ર્યલ ઓફર પણ આપવામાં આવી રહી છે. વિવિધ પ્રકારના સ્કીનને અનુરૂપ ફેશિયલ કરવામાં આવતા હોય છે. જેમાં ગ્લોપીલ, બોડી પોલીશીંગ એન્ડ ગ્લો પીલ, ગ્લુટાથાઇન ડીપ બાય 1 નેટ ફ્રી, બેક પોલીસીંગ, બીબી ગ્લો સહિતના વિવિધ ફેશિયલ નવરાત્રી દરમ્યાન યુવાનો કરાવતા હોય છે. માત્ર યુવતીઓ જ નહીં પરંતુ યુવકો પણ તમામ પ્રકારની સ્કીન ટ્રીટમેન્ટ કરાવે છે. તેમજ ડો. માહીએ સ્કીન કેર માટે ટીપ્સ આપતા જણાવ્યું કે, નવરાત્રી પર ખાસ સનસ્ક્રીન લગાવવું જોઇએ, પાણી વધુ પીવું જોઇએ, અને વિટામીન-ઈ લેવું જોઇએ. જેનાથી સ્ટેમીના, સ્કીનગ્લો જળવાય રહે. મેકઅપને સારી રીતે સ્કીન પરથી કાઢવો. નવરાત્રી પછી પણ સ્કીનની માવજત કરવા જોઇએ, જેમાં ઇમ્યુનો ડીપ અને એન્ટી ઓક્સિ ડીપ લઇ શકાય છે. જેનો ભાવ 999થી 9999ય- સુધી ખર્ચ કરતા હોય છે.નવરાત્રીમાં છોકરા-છોકરીઓ બંન્ને સ્કીન કેર ઉપર વિશેષ ધ્યાન આપતા હોય છે. ત્યારે છોકરીઓ મેડીકેડેટ ફોસિયલ અને બેક પેલિસિંગ કરાવી શકે.આ ઉપરાંત બીબી ગ્લો-સીસી ગ્લોનો ખૂબજ ટ્રેન્ડ છે. ગ્લો ક્રીપનો ખૂબ જ ટ્રેન્ડ છે. છોકરા અને છોકરીઓમાં જેની ઇફેક્ટ પૂરા બોડી પર આવતી હોય છે. જેમાં ગ્લોઇંગ હાઇડ્રેસન, ઇમ્યુનિટી એન્ડ હેલ્ધી સ્કીન ઇફેક્ટ આવે છે. છોકરાઓ પણ મેડીકેડેટ ફેસિયલ, કાર્બન ગ્લો, ઇનસ્ટન્ટ ગ્લો, હાઇડ્રા ગ્લો ટ્રીટમેન્ટ લેતા હોય છે. આ બધી ટ્રીટમેન્ટ 10 દિવસ પહેલાથી શરૂ કરૂ નવરાત્રી પછી સુધી લઇ શકાય છે.
રાજકોટીયન્સોમાં પણ નવરાત્રીમાં દાંત પર ડાયમંડ લગાવવાનું ઘેલુ લાગ્યું: ડેન્ટિસ્ટ ડૉ. કરણ વાઘેલા
આ નવરાત્રીમાં હવે ખેલૈયાઓ દાંત પણ ચમકાવશે. જા, હા સુરતની જેમ હવે રાજકોટીયન્સોના પણ દાંત નવરાત્રીમાં જગમગાટ કરશે. ખેલૈયાઓ ચણીયાચોલીના મેચીંગ સાથે દાંતમાં ડાયમંડ પણ લગાવશે. આ અંગે ખાસ- ખબરને ડેન્ટીસ્ટ સર્જન ડો. કરણ વાઘેલાએ જણાવ્યું કે, નવરાત્રી દરમ્યાન યુવતીઓ દાંત પર વિવિધ કલરના ડાયમંડ લગાવવાનું ઘેલું લાગ્યું છે. આ ડાયમંડ 9 થી 10 કલરના આવે છે. જેમાં સૌથી વધુ સફેદ, બ્લૂ, રેડ અને પીંક કલરનો ઉપયોગ લેવાતો હોય છે. હાલ નવરાત્રીમાં ખાસ ઓફર મૂકવામાં આવી છે. રૂ. 2000ના ડાયમંડ માત્ર રૂ. 1200માં લગાવી આપવામાં આવે છે. ડાયમંડની કિંમત રૂ. 2000થી રૂ. 6000 સુધીની હોય છે. સાઇઝ પ્રમાણે ડાયમંડના ભાવ નક્કિ કરવામાં આવતા હોય છે અને માત્ર 5 થી 10 મિનિટમાં જ આ દાંત પર ડાયમંડ ફીટ થઇ જતા હોય છે. અને હા આની કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી. તેવું ડો. કરણ વાઘેલાઓ જણાવ્યું હતું.