6ની અટકાયત : ચોરીની શંકાએ બન્નેને ધોકા અને પાઈપથી માર મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના પાંજરાપોળ નજીક શિવધારા હોટેલ પાછળના કારખાનામાં કામ કરતાં બે પરપ્રાંતિય મજૂર યુવાન કારખાનાની ઉપરની ઓરડીમાંથી ઈજાગ્રસ્ત અને મૃત હાલતમાં મળતાં થોરાળા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. બંનેએ ચોરી કર્યાની શંકાઍ મારકુટ થતાં મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. સમગ્ર મામલે ઉઈઙ સજનસિંહ પરમારે કહ્યું હતું કે, મૃતક રાહુલ એમબીએસ ઓર્નામેન્ટ નામના કારખાનામાં કામ કરતા હતો જે ચોરી કરેલો માલ મીનુંને પહોંચાડતો હતો. કારખાનાનાં માલિક સાગર સાવલિયા, મેનેજર વિપુલ મોલિયા, હિમાલય, ધવલ તેની સાથે મજૂરો કોન્ટ્રાકટર તન્મય અને પ્રદીપેએ લાકડાના ધોકા અને પાઇપથી માર માર્યો હતો. રાહુલ પર વોચ રાખતા તેની પાસેથી 100 ગ્રામ ચાંદી મળી આવ્યું હતું. ત્યાર બાદ બંનેને કારખાને લઇ જઇ માર મારવામાં આવ્યો હતો અને બનાવ હત્યામાં પલટાયો હતો. અત્યાર સુધી કુલ છ લોકોની અટકાયત કરવામાં આવી છે.