ઋષિ નામના યુવકનો બળ જબરી પૂર્વક વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ : છેલ્લા 3 દિવસોમાં ધરપકડોનો દોર હજુ એક મુખ્ય સૂત્રધાર છ.સ ને પકડવાનો બાકી
ખાસ-ખબર સંવાદદાતા
ડમીકાંડમાં યુવરાજસિંહની મુશ્કેલી હજુ પણ વધી શકે છે. જેમાં હવે તોડકાંડ મામલે યુવરાજસિંહ સામે અપહરણનો પણ ગુનો દાખલ થઈ શકે છે. એક માહિતી અનુસાર, આરોપીઓની પૂછપરછમાં મહત્વની કડીઓ સામે આવી છે. જેમાં યુવરાજસિંહે ઋષિ નામના યુવકનો વીડિયો બળજબરી પૂર્વક ઉતાર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે. ડમીકાંડ અને હવે તોડકાંડમાં યુવરાજ વિરુદ્ધ એક પછી એક નવા આરોપ સામે આવી રહ્યા છે. જેમાં તળાજાના પિપરલા ગામના ઋષિ નામના યુવકનો બળ જબરી પૂર્વક વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે. જેમાં યુવકને કારમાં બળજબરી પૂર્વક બેસાડવાના ચક્કરમાં અપહરણનો આરોપ લાગી શકે છે. એટલું જ નહીં આ વીડિયોના આધારે જ પી.કે સહિતનાને દબાવવામાં આવ્યા હોવાની પણ વાતો સામે આવી રહી છે. આ મામલે છેલ્લા 3 દિવસોમાં ધરપકડોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હજુ એક મુખ્ય સૂત્રધાર આર.કે.ને પકડવાનો બાકી છે. છ.સ પકડાયા બાદ તેઓની પાસે થી તોડ કર્યો કે કેમ તે પણ પોલીસ પૂછપરછ કરવાની રહેશે. આ મામલે તમામ આરોપીઓની પૂછપરછ પછી પણ ઘણાં મહત્વના ખુલાસા થઈ શકે છે. ભાવનગરના નીલમબાગ પોલીસમાં તોડ મામલે યુવરાજસિંહ જાડેજા સહિત છ શખસોની સામે તાજેતરમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે શિક્ષક બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાઘવાની મધરાત્રે ધરપકડ કરી હતી અને આજે કોર્ટમાં બંનેને રજૂ કર્યા હતા.
જ્યાં કોર્ટે બંનેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંનેની પૂછપરછમાં નવા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
યુવરાજસિંહના સાળા પાસેથી રૂ.38 લાખ રિક્વર કરવામાં આવ્યા
- Advertisement -
ભાવનગરમાં શાંતિનાથ કોમ્પ્લેક્ષમાંથી મળ્યા પૈસા : યુવરાજસિંહના સાળા કાનભાને ભાવનગરની કોર્ટમાં રજૂ કરાશે
ડમીકાંડમાં યુવરાજસિંહનું નામ આવ્યા પછી ઘણાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં હવે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ બાદથી પૈસા રિકવર કરવાની ભેદ પણ ઉકેલાતો હોય તેવું લાગી રહ્યો છે. આ વચ્ચે પોલીસને સૌથી મોટી સફળતા મળી છે, જેમાં યુવરાજના સાળા કાનભા પાસેથી 38 લાખ રિકવર કરાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.ભાવનગરમાં શાંતિનાથ કોમ્પ્લેક્ષમાં જીત નામના વ્યક્તિ પાસેથી રિકવર કરાયા હોવાની માહિતી મળી રહી છે. કાનભા પાસેથી રૂ. 38 લાખ રોકડા રિક્વર કરવામાં આવ્યા છે. જેમાં જીત એ કાનભાનો મિત્ર હતો અને તેની પાસે પૈસા મુક્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે.આ વચ્ચે આજે યુવરાજસિંહના સાળા કાનભાને ભાવનગરની કોર્ટમાં રજૂ કરાશે. જ્યાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગવામાં આવશે. જેની પાસેથી વધુ માહિતીઓ અને ઘટનાની કેટલીક મહત્વની કડીઓ પણ મળી શકે છે. અત્યાર સુધીમાં યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર ત્યારે બિપિન અને ઘનશ્યામના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ વચ્ચે તોડકાંડના બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જેના માટે પણ પોલીસની કાર્યવાહી તેજ બની છે.