યંગ ઈન્ડિયા ગ્રુપે મોરબીમાં ઠેર ઠેર મીઠાઈ વહેંચીને ભારતની ઐતિહાસિક સફળતાને હર્ષભેર વધાવી
ખાસ-ખબર સંવાદદાતા
ચંદ્રયાન-3 ના લેન્ડિંગની પ્રક્રિયા ઉપર આખા દેશની નજર હતી. ગઈકાલે જેવું ચંદ્રયાનનું ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું ત્યારે આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને દેશની સાથે મોરબીવાસીઓની પણ ખુશીઓની કોઈ સીમા રહી ન હતી ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતાની ભવ્ય ઉજવણી કરી હતી અને યંગ ઇન્ડિયા ગ્રુપે મોરબીમાં ઠેર ઠેર લોકોને મીઠાઈ વહેંચી ભારતની ઐતિહાસિક સફળતાને હર્ષભેર વધાવી છે. ચંદ્રયાન-3ના ચંદ્ર ઉપર લેન્ડિંગની પ્રક્રિયા ઉપર આખા દેશની સાથે મોરબીવાસીઓની પણ નજર ચોંટેલી હતી. મોરબીવાસીઓ પણ આ ઐતિહાસિક પ્રક્રિયાને દિલધડક રીતે માણી રહ્યા હતા અને ચંદ્રયાનનું દક્ષિણ ધ્રુવ ઉપર સફળતા પૂર્વક ઉતરાણ થતા ભારત દેશ દુનિયાનો આવુ કરનારો પ્રથમ દેશ બનતા મોરબીવાસીઓ હરખથી નાચી ઉઠ્યા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડીને મોરબીવાસીઓએ આ ખુશાલી વ્યક્ત કરી હતી ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ ભારતની ઐતિહાસિક સફળતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઠેરઠેર વિસ્તારોમાં મીઠાઈ વહેંચી હતી અને દરેક મોરબીવાસીઓને મીઠાઈ ખવડાવી ઐતિહાસિક સફળતાની ખુશાલી વ્યક્ત
કરી હતી.