કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત ટીમના અન્ય ખેલાડીઓએ શ્રીલંકા સામેની સીરિઝ પહેલા પંતના સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી અને તેનો વીડિયો BCCIએ શેર કર્યો હતો.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત શુક્રવારે (30 ડિસેમ્બર)ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉત્તરાખંડમાં પંતની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી અને તે કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. અકસ્માત બાદ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ સાથે જ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત ટીમના અન્ય ખેલાડીઓએ શ્રીલંકા સામેની સીરિઝ પહેલા પંતના સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી અને તેનો વીડિયો BCCIએ શેર કર્યો હતો.
- Advertisement -
બીસીસીઆઈએ ટ્વીટ કર્યો આ વીડિયો
BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ કહેતા સંભળાય છે કે, ‘હેલો રિષભ. આશા છે કે તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. મારુ એ સૌભાગ્ય છે કે છેલ્લા એક વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં કેટલીક શ્રેષ્ઠ ઇનિંગ્સ જોવા મળી છે. તમારી પાસે એક કાબિલિયત છે અને તમારી પાસે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવવાની ક્ષમતા છે.
💬 💬 You are a fighter. Get well soon 🤗 #TeamIndia wish @RishabhPant17 a speedy recovery 👍 👍 pic.twitter.com/oVgp7TliUY
— BCCI (@BCCI) January 3, 2023
- Advertisement -
હાર્દિક પંડયાએ કહી આ વાત
શ્રીલંકા સામેના ટી20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે રિષભ હું તમારા જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. મને ખબર છે કે તમે ફાઇટર છો અને જલ્દી સ્વસ્થ થઈને પાછા આવશો. આખી ટીમ અને આખો દેશ તમારી સાથે ઉભો છે.
‘રિષભ જલ્દી સાજો થઈ જા’
સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, ‘હું ઈચ્છું છું કે તું જલ્દી સાજો થઈ જા પણ મને ખબર છે કે હવે સ્થિતિ કેવી છે. અમે તમને યાદ કરીએ છીએ તમે તમારી સંભાળ રાખો. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે કહ્યું છે કે ભાઈ જલ્દી સ્વસ્થ થઈ જા અને એ પછી બંને સાથે મળીને ચોગ્ગા અને છગ્ગા ફટકારશું. ઈશાન કિશન અને શુભમન ગીલે પણ ઋષભ પંતના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.