દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનની પરંપરા છે. પરંતુ વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ દશેરાની પૂર્વ પ્રભાતે અનોખા શસ્ત્રો અને શાસ્ત્રનું પૂજન કરીને વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી. વિજયા દશમીનો તહેવાર આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિકરૂપે મનાવવામાં આવે છે. પરંતુ વર્તમાન યુગમાં આ તહેવાર અજ્ઞાન ઉપર જ્ઞાનના વિજયરૂપે ઉજવવાનું વિરાણી હાઇસ્કુલ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતે જેમાં પોતાની કારકિર્દી બનાવવા માગતા હોય તે શૈક્ષણિક સાધનોને શસ્ત્રો તરીકે પૂજન કર્યું હતું. જેમાં પેન, પેન્સિલ, પરિકર, લેપટોપ, માઇક્રોસ્કોપ, બ્યુરેટ, માઇક્રોમીટર, લોલક, ટી-સ્કવેર, સંગીતના સાધનો, બ્રશ અને કલર બોક્સ, તુલસીનો છોડ જેવા વિદ્યાના પ્રતિકોનું બાળકો દ્વારા બ્રહ્મદેવના મંત્રોચ્ચાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું. તદઉપરાંત પાણી ન વેડફે તે માટે જળનું, ખોરાકનો બગાડ ન થાય તે હેતુથી અનાજનું તથા માટી અને પ્રકૃતિ બચાવવાના હેતુથી માટી અને તુલસીના છોડનું પૂજન કરવામાં આવ્યું હતું.
વિરાણી હાઇસ્કૂલમાં દશેરા નિમિત્તે શૈક્ષણિક સાધનો અને શાસ્ત્રો તરીકે ધર્મગ્રંથોનું પૂજન

Follow US
Find US on Social Medias